રીપોર્ટ@પાટણ: MLAના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારી લેવાતા રાજકીય માહોલ ગરમાયો, જાણો વિગતે

 
રાજકારણ
ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ આમને સામને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શહેરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવાતા મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય સામ સામે આવી ગયા છે. ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા.

નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી આ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહીનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર 'ગુંડા' જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ચીફ ઓફિસરે પણ તેમના પર વળતો પ્રહાર કર્યો છે. આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે.