રિપોર્ટ@પાટણ: મહામારી વચ્ચે ગ્રામ્ય સ્વચ્છતામાં ઉછાળો, વર્ષો જૂના ઢગ દૂર

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોશી) પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો સામનો શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામે આવ્યો છે. અનેક ગામોમાં વર્ષો જૂના ગંદકી અને કચરાના ઢગલા એકાએક દૂર કર્યા છે. વારાહી ગામમાં કોરોના પહેલાં અને આજની સ્થિતિએ મોટો ફેરફાર સામે આવ્યો છે. સરપંચો પોતાની ભૂમિકાને લઈ અચાનક સતર્ક બની જતાં સન્નાટા વચ્ચે સ્વચ્છતા ઉભરીને બહાર
 
રિપોર્ટ@પાટણ: મહામારી વચ્ચે ગ્રામ્ય સ્વચ્છતામાં ઉછાળો, વર્ષો જૂના ઢગ દૂર

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોશી)

પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો સામનો શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામે આવ્યો છે. અનેક ગામોમાં વર્ષો જૂના ગંદકી અને કચરાના ઢગલા એકાએક દૂર કર્યા છે. વારાહી ગામમાં કોરોના પહેલાં અને આજની સ્થિતિએ મોટો ફેરફાર સામે આવ્યો છે. સરપંચો પોતાની ભૂમિકાને લઈ અચાનક સતર્ક બની જતાં સન્નાટા વચ્ચે સ્વચ્છતા ઉભરીને બહાર આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@પાટણ: મહામારી વચ્ચે ગ્રામ્ય સ્વચ્છતામાં ઉછાળો, વર્ષો જૂના ઢગ દૂર

પાટણ જિલ્લાના રાધનપુર, સમી, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકામાં કોરોના વાયરસથી પ્રાથમિક ફરજ એક્ટિવ બની ગઈ છે. શહેરી વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની બાબતો સામે ગામડાઓમાં વર્ષોથી દેખાતાં કચરાના ઢગ સ્વાહા થઈ ગયા છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમા વધી ગંદકી ઠલવાતી સ્થગિત થઈ છે. આથી એક અવસર અને બિમારીને બ્રેક કરવા મોટા ગામોમાં સ્વચ્છતા પૂરજોશમાં આવી છે. જેના કારણે સરપંચ આલમમાં પણ સ્વચ્છતા બાબતે દોડધામ મચી ગઇ છે.

રિપોર્ટ@પાટણ: મહામારી વચ્ચે ગ્રામ્ય સ્વચ્છતામાં ઉછાળો, વર્ષો જૂના ઢગ દૂર

પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખે જણાવ્યું હતું કે, ખાસ કરીને વારાહી, શંખેશ્વર અને સમી સહિતના મોટા ગામોમાં કોરોના મહામારી અગાઉ અને આજે ખૂબ મોટો તફાવત આવ્યો છે. સરપંચો એકબીજાથી પ્રેરાઇને કોરોના વાયરસના ફફડાટ વચ્ચે ગંદકીને કાયમી વિદાય આપી રહ્યા છે. અત્યાર સુધીમાં સરેરાશ 50થી વધુ ગામોમાં સ્વચ્છતાને લઈ મોટું કામ થયું છે.