રીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં આજે પણ ડબલ આંકડામાં નવા 26 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લાનો કુલ આંક 2000 પહોંચવાને માત્ર અણી પણ હોય તેમ 1998 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર
 
રીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં આજે પણ ડબલ આંકડામાં નવા 26 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લાનો કુલ આંક 2000 પહોંચવાને માત્ર અણી પણ હોય તેમ 1998 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે એકસાથે કોરોના વાયરસના નવા ર૬ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે પાટણ શહેરમાં ત્રણ, પાટણ તાલુકાના સંડેરમાં 2, ભલગામમાં 1 અને ધારપુર કેમ્પસમાં 3 કેસ નોંધાયા છે. આ તરફ રાધનપુર પંથકમાં પણ સંક્રમણનો રાફડો ફાટ્યો હોય તેમ રાધનપુર શહેરમાં નવા 5 કેસ અને તાલુકાના બંધવડ અને સિનાડમાં 1-1 કેસ નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ કુલ આંક 2000ને પહોંચવા આવ્યો છે. આજે સિધ્ધપુર શહેરમાં 1 અને તાલુકાના બિલીયા, વરશીલા, ચંદ્રાવતીમાં 1-1, શંખેશ્વર તાલુકાના રણોદ અને કુંવરમાં 1-1, સાંતલપુર તાલુકાના લોદ્રા અને વારાહીમાં 1-1, ચાણસ્મા તાલુકાના વડાવલીમાં 1 અને સમી તાલુકાના અમરાપુરમાં 1 કેસ મળી કુલ 26 કેસ નોંધાયા છે.