રીપોર્ટ@પાટણ: શિક્ષણ બોર્ડ ચૂંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં, શિક્ષકો મતદાન કરવા પહોંચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે આજે શિક્ષક બોર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાંથી પાટણ જીલ્લામાંથી બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોઇ આજે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ રાધનપુરની બંધવડ ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષક અને સરવાના ક્લાર્ક (બિનશિક્ષક) વર્ગમાંથી ઉમેદવારી નોંધાવી છે. આજે વહેલી સવારે સુરક્ષાના ભાગરૂપે બંને મતદાન મથકો પર
 
રીપોર્ટ@પાટણ: શિક્ષણ બોર્ડ ચૂંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં, શિક્ષકો મતદાન કરવા પહોંચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે શિક્ષક બોર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાંથી પાટણ જીલ્લામાંથી બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોઇ આજે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ રાધનપુરની બંધવડ ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષક અને સરવાના ક્લાર્ક (બિનશિક્ષક) વર્ગમાંથી ઉમેદવારી નોંધાવી છે. આજે વહેલી સવારે સુરક્ષાના ભાગરૂપે બંને મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણમાં આજે રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં જીલ્લામાંથી રાધનપુરની બંધવડા ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષક જશુભાઇ રાવલ અને સરવાના ક્લાર્ક મુકેશભાઇ પટેલે બિનશિક્ષક વર્ગમાંથી ઉમેદવારી નોંધાવી છે. આજે શનિવારે શહેરની બીડી હાઈસ્કૂલ ખાતે બે મતદાન મથકોમાં ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં જિલ્લાના 1847 મતદારો મતદાન કરશે. આજે વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે આવી પહોચ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જુદા-જુદા 9 ખંડોની 9 બેઠક માટે ચૂંટણીમાં સરકારી પ્રતિનિધિની અને બી.એડ કોલેજ સભ્યની બેઠકો બિનહરીફ થઇ હતી. જેથી આજે શનિવારે આચાર્ય બુનિયાદી, બી.એડ કોલેજ, બિનશૈક્ષણિક સરકારી શિક્ષક, સંચાલક મંડળ અને વાલીમંડળની કુલ 7 ખંડની બેઠકો માટે આજે શનિવારે ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે. આજે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી 2 મતદાન કેન્દ્ર ઉપર મતદાન યોજાશે. જોકે હાલ તો બંને મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.