રીપોર્ટ@પોરબંદર: મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન, તેઓએ 'અર્નિગ વેલ વર્નિગ વેલ'નો મંત્ર આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં થઈ છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન'માં સહભાગી બનવા અપીલ કરી હતી.
તેમજ તેઓએ 'અર્નિગ વેલ વર્નિગ વેલ'નો મંત્ર આપ્યો હતો. આજના મુખ્ય સમારોહમાં "બાપુના પગલે ત્રિરંગા ભારત" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150 કલાકાર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી. જેમાં વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યોનો સમાવેશ થાય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમે પણ પરફોર્મન્સ આપ્યું હતું. CMએ 'અર્નિગ વેલ વર્નિગ વેલ'નો મંત્ર આપ્યો
100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ગ્રામોદ્ધન યોજના શરુ કરવામાં આવશે.નમો શક્તિ એક્સપ્રેસ વેલ દ્વારા રોડનું નેટવર્ક વધાર્યું છે. ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે સુરત સહિત કુલ 6 ઇકોનોમિક હબ બનાવવામાં આવશે. રાજ્યના બજેટમાં ઉત્તરોઉત્તર વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે શહેરી વિકાસ વર્ષ તરીકે આપણે ઉજવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના યુવાનો હવે નોકરી શોધવાવાળા નહીં, પરંતુ નોકરી આપવાવાળા બની રહ્યા છે. મહિલા સશક્તિકરણ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'નમો લક્ષ્મી યોજના' હેઠળ અત્યારસુધીમાં 10 લાખ દીકરીને લાભ મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ અને માછીમારોની પ્રગતિ માટે રૂ. 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ પગલાંઓ ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે.