રિપોર્ટ@રાધનપુર: પંચાયતની આગામી ચૂંટણીમાં 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર

અટલ સમાચાર, રાધનપુર કોરોના મહામારી વચ્ચે આજે રાધનપુર અને સાંતલપુરની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાધનપુરની 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર કરવામાં આવી છે. આ સાથે સાંતલુપુરમાં પણ 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં યોજાનાર પંચાયતની ચૂંટણીમાં આ પ્રકારે બેઠકોનું ગણિત સામે આવતાં રાજકારણીઓ અત્યારથી ચૂંટણીની ગણતરીઓમાં લાગી
 
રિપોર્ટ@રાધનપુર: પંચાયતની આગામી ચૂંટણીમાં 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર

અટલ સમાચાર, રાધનપુર

કોરોના મહામારી વચ્ચે આજે રાધનપુર અને સાંતલપુરની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાધનપુરની 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર કરવામાં આવી છે. આ સાથે સાંતલુપુરમાં પણ 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં યોજાનાર પંચાયતની ચૂંટણીમાં આ પ્રકારે બેઠકોનું ગણિત સામે આવતાં રાજકારણીઓ અત્યારથી ચૂંટણીની ગણતરીઓમાં લાગી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર તાલુકાની 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર કરવામાં આવી છે. જેમાં અગીચાણા, અરજણસર,કમાલપુર(સાતુન) કામલપુર(ધરવડી), મેમદાવાદ, મોટીપીંપળી, સરદારપુરા બેઠકમાં સામાન્ય સ્ત્રી, બંધવડ બેઠક સામાન્ય પછાતવર્ગ સ્ત્રી, ભીલોટ સામાન્ય શૈક્ષણિક પછાતવર્ગ, ચલવાડા, છાણીયાથર, ઘરવડી, ગોતરકા, જાવંત્રી, સુલતાનપુરા અને સાતુન બેઠક બિન અનામત સામાન્ય, સીનાડ અનુસુચિત જાતી સ્ત્રી અને મસાલી અનુસુચિત આદિજાતિ જાહેર થઇ છે.

રિપોર્ટ@રાધનપુર: પંચાયતની આગામી ચૂંટણીમાં 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર

આ તરફ સાંતલુપુરમાં પણ 18માંથી 7 બેઠક બિન અનામત જાહેર કરવામાં આવી છે. જેમાં આંતરનેશ, બાબરા, પીપરાળા, સાંતલપુર, સીધાડા, વારાહી-૧ અને વારાહી-ર બેઠક સામાન્ય સ્ત્રી, ધોકાવાડા સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, ગડરાઇ બેઠક સા.શૈ.પછાતવર્ગ, ગાંજીસર, ગોખાતર,કોરડા, લોદરા, વૌવા,ઝઝામ અને ઝેકડા બેઠક બિન અનામત સામાન્ય, કોલીવાડા બેઠક અનુસુચિત આદિજાતિ, મઢુત્રા બેઠક અનુસુચિત જાતિ સ્ત્રી જાહેર થઇ છે.