રિપોર્ટ@રાધનપુર: કન્સલ્ટન્ટે ઈસ્યૂ કર્યો સરકારી લેટર, અધિકારી કેમ અજાણ?

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર પાલિકામાં અંધેરી નગરી ગંડુરાજા જેવો વહિવટ હોવાનો સવાલ ત્યારે સામે આવ્યો જ્યારે એક લેટરપેડ જાહેર થયો. ખાનગી કન્સલ્ટન્ટે પાલિકાનો સત્તાવાર લેટરપેડ ઉપયોગ કરી વહિવટી ગતિવિધી કર્યાની ઘટના સામે આવ્યા બાદ ગંભીર સવાલો ઉભા થયા છે. આવાસની સહાય પરત લેવાની પ્રક્રિયામાં કન્સલ્ટન્ટે પાલિકાનો લેટરપેડ ઉપયોગ કર્યો છે. જેનાથી મહિલા ચીફ ઓફીસર અજાણ
 
રિપોર્ટ@રાધનપુર: કન્સલ્ટન્ટે ઈસ્યૂ કર્યો સરકારી લેટર, અધિકારી કેમ અજાણ?

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પાલિકામાં અંધેરી નગરી ગંડુરાજા જેવો વહિવટ હોવાનો સવાલ ત્યારે સામે આવ્યો જ્યારે એક લેટરપેડ જાહેર થયો. ખાનગી કન્સલ્ટન્ટે પાલિકાનો સત્તાવાર લેટરપેડ ઉપયોગ કરી વહિવટી ગતિવિધી કર્યાની ઘટના સામે આવ્યા બાદ ગંભીર સવાલો ઉભા થયા છે. આવાસની સહાય પરત લેવાની પ્રક્રિયામાં કન્સલ્ટન્ટે પાલિકાનો લેટરપેડ ઉપયોગ કર્યો છે. જેનાથી મહિલા ચીફ ઓફીસર અજાણ હોવાનું જણાવતા વહિવટી સત્તાધીશોના જ્ઞાન સામે પણ શંકાસ્પદ સ્થિતિ બની છે.

રિપોર્ટ@રાધનપુર: કન્સલ્ટન્ટે ઈસ્યૂ કર્યો સરકારી લેટર, અધિકારી કેમ અજાણ?

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકા અને આવાસ યોજના હેઠળ નિમાયેલી કન્સલ્ટન્ટ એજન્સી વચ્ચે વહિવટ સૌથી મોટા શંકાના ઘેરામાં આવ્યો છે. પાલિકાનો સત્તાવાર લેટરપેડ કન્સલ્ટન્ટે ઈસ્યૂ કરી વહિવટી કાર્યવાહી કરી દીધી છે. લેટરપેડમાં એકમાત્ર કન્સલ્ટન્ટ સહી કરીને કાર્યવાહી કરે છે. જેનાથી સત્તાવાર લેટરના સત્તાધીશોની ભૂમિકા કેવી રીતે સાઈડ થઈ તે મોટો સવાલ બન્યો છે. પાલિકાનો લેટરપેડ ઉપયોગ કરવાની સત્તા ચીફ ઓફીસર અને પ્રમુખને હોય તે સ્વાભાવિક છે. જોકે ખાનગી કન્સલ્ટન્ટ દ્વારા કેમ અને કેવા સંજોગોમાં લેટરપેડ ઈસ્યૂ થયો તે બાબત ગંભીર બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકાના સત્તાવાર લેટરના ઉપયોગ કર્યા બાબતે મહિલા ચીફ ઓફિસરને પૂછતા ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે. ‘‘આવી કોઈ બાબત મારા ધ્યાને નથી અને જો તમારી કોઈ રજૂઆત હોય તો લેખિત જણાવો.’’ આ પ્રકારના જવાબને પગલે પાલિકાના સત્તાવાર લેટરની ઉપયોગિતાની ગંભીરતા ક્લીનબોલ્ડ થઈ ગઈ છે. સમગ્ર મામલે પાલિકાના સીનીયર કારકૂન મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે ગઈકાલે મારા ધ્યાને આવ્યા બાદ આ રીતે ખાનગી વ્યક્તિ લેટરનો ઉપયોગ ન કરી શકે. જોકે વધુ વિગતો માટે અનુભવી અધિકારીને પૂછ્યા બાદ જણાવી શકું.

લેટર ઈસ્યૂ થયા બાદ ઉભા થતા ગંભીર સવાલો

– ખાનગી કન્સલ્ટન્ટને પાલિકાનો સત્તાવાર લેટર આપી શકાય?
– જો પાલિકાએ લેટર નથી આપ્યો તો કન્સલ્ટન્ટે ક્યાંથી મેળવ્યો?
– જો પાલિકાએ લેટર આપ્યો તો ઈસ્યૂ કરવામાં સત્તાવાર કર્મચારીની સહી કેમ નથી?
– ખાનગી કન્સલ્ટન્ટે સત્તાવાર લેટરનો કાયદેસર ઉપયોગ કર્યો?
– ખાનગી કન્સલ્ટન્ટ આ પ્રકારે સત્તાવાર લેટર ઈસ્યૂ કરી શકે?
– ખાનગી કન્સલ્ટન્ટના લેટરને બેન્ક માન્યતા આપશે?

મહિલા ચીફ ઓફિસર ફરજમાં બેદરકાર હોવાના આક્ષેપ

પાલિકાના વહિવટને લઈ વિપક્ષના ભાજપી નગરસેવકે ચિફ ઓફીસરના વહીવટને લઈ ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલા ચીફ ઓફીસર ખૂબ જ ઓછો સમય પાલિકામાં આવે છે. આ દરમિયાન નગરસેવક સહિતના મુલાકાતીઓને દબડાવી પોતાની વહિવટી સૂઝબૂઝને છુપાવી રહ્યા છે. જો મહિલા ચીફ ઓફીસર ધાક-ધમકી અને ડરાવવામાં સમય પસાર કરશે તો શહેરનો ઝડપી વિકાસ કાચબાગતિએ મુકાઈ જવાની ભીતિ ઉભી થઈ છે. અંકુર જોષીના આક્ષેપોને પગલે પાલિકાનો વહિવટ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

હું પણ સત્તાવાર લેટરનો ઉપયોગ કરતો નથી : કારોબારી ચેરમેન

પાલિકાના સત્તાવાર લેટરની ઉપયોગીતાને લઈ ચેરમેન કાનજી પરમારે જણાવ્યું હતું કે ગઈકાલે આ બાબત મારા ધ્યાને આવી છે. પાલિકાનો સત્તાવાર લેટર કારોબારી ચેરમેન છતાં હુ ઉપયોગ કરતો નથી. સત્તાવાર લેટરપેડ ચિફ ઓફીસર અને પ્રમુખ ઉપયોગ કરે તે બાબત ખબર છે. જોકે કન્સલ્ટન્ટે કેમ અને કેવી રીતે ઉપયોગ કર્યો તે ખ્યાલ નથી.