આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર શહેરમાં આજથી કોરોના માટેનું સેમ્પલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે જ એકસાથે 10 શંકાસ્પદોના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી દીધા છે. આ શંકાસ્પદોમા કેટલાક ગામડાંના હોવાનું તેમજ કેટલાક ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. રાધનપુર પંથકમાં અનેક લોકો બહારથી આવી રહ્યા છે ત્યારે હોમ ક્વોરોન્ટાઈન સાથે સેમ્પલ લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાનુ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં કોરોના વાયરસ માટે સેમ્પલ લેવાનું કેન્દ્ર શરૂ થયું છે. જેમાં આજે પ્રથમ દિવસે 10 વ્યક્તિના સેમ્પલ લઈ રિપોર્ટ કઢાવવા મોકલી આપ્યા છે. આ 10 શંકાસ્પદ વ્યક્તિ પૈકી કેટલાક ગ્રામ તો કેટલાક શહેરી રહીશો છે. આ સાથે શરદી ખાંસી ધરાવતાં શંકાસ્પદ બન્યા તો કેટલાક બહારથી આવેલા હોવાનું પણ સામે આવ્યું છે. આથી તમામ 10 વ્યક્તિ કોરોના વાયરસના શંકાસ્પદ મનાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર પંથકમાં સેમ્પલ લેવા અત્યંત મહત્વના બની રહ્યા છે. આજે ગોતરકા ગામ નજીક દેગામ બે યુવકો આવ્યા છે. 20થી 21 વર્ષના બે યુવકો ગામના જ છે પરંતુ આજે અમદાવાદથી આવ્યા હોવાથી તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે. પંથકમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં ઉતરતાં હોઇ હોમ ક્વોરોન્ટાઈન દરમ્યાન સેમ્પલ લેવાનું પણ જરૂરી બન્યું છે. કોરોના વાયરસનુ સંક્રમણ ટાળવા તાલુકા આરોગ્ય દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code