આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પાલિકા હેઠળ મંજૂર પ્રધાનમંત્રી આવાસ(શહેરી)ની ખોટી સહાય કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. સહાય મંજૂર કરનાર પાલિકાના તત્કાલિન જવાબદાર કર્મચારીઓની ભુમિકાને લઇ ડીવાયએસપીએ રાધનપુર ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. જેમાં સરનામું અને મોબાઇલ નંબર સહિતની વિગતો સમય મર્યાદામાં મોકલી આપવા જણાવ્યુ છે. ચીફ ઓફીસરથી માંડી કારકુન અને થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ સહિતની વિગતો માંગવામાં આવતા વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકાના વર્ષ 2016/17 દરમ્યાનના વહીવટી સત્તાધિશોની ભુમિકા સવાલો વચ્ચે આવી હતી. જેથી આવાસમાં ખોટી સહાય કેસ બાબતે તપાસના ભાગરૂપે તત્કાલિન કર્મચારીઓના નામ-સરનામા અને નંબર સહિતની વિગતો માંગવામાં આવી છે. રાધનપુર ડીવાયએસપી એચ.કે.વાઘેલાએ પાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખી ગુનાના કામે ફરીયાદ થયેલ કેસ બાબતે માહિતી આગામી 7 દિવસમાં પુરી પાડવા જણાવ્યુ છે.

ખોટી સહાયના કેસમાં આરોપી અનિષાબેન આસીફભાઇ ઘાંચીનું લાભાર્થી તરીકેનું ફોર્મ તપાસનાર અને સ્વિકારનારની ભુમિકા સામે પોલીસે કવાયત હાથ ધરી છે. જેમાં ફોર્મનો જાવક નંબરથી માંડી બાંધકામની મંજૂરી અર્થે રજૂ કરેલ કાગળો સહિતની વિગતો પોલીસે મંગાવી છે. ખાસ કરીને ચીફ ઓફીસર, નોડલ કર્મચારી, એન્જીનિયર, ટપાલ રજીસ્ટર કર્મચારી, થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ સહિતનાઓની સરનામા અને સંપર્ક નંબર પોલીસે માંગ્યા છે. આવી સ્થિતિમાં પાલિકામાં તત્કાલિન કર્મચારીઓની ભુમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code