આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગિરીશ જોશી

રાધનપુરમાં બાલસખા યોજનામાં સાંઇકૃપા હોસ્પિટલની ભૂમિકાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભમાં લાભાર્થીઓના લેખિત અને મૌખિક નિવેદનો ચોંકાવનારા બન્યા છે. બાલસખા યોજનામાં સમાવેશ કરી સારવાર કરાવવા ઈચ્છનારાઓ સામે માતા લાચાર બની હોવાની એક ઘટના છેે. નાયકાના સંગીતાબેન અને તેમની સાસુએ જણાવ્યું હતું કે, દબાણ કરી બાળકીને સમી સીએચસીથી રાધનપુર લઈ ગયા હતા. જ્યાં બાળકી ગુમાવતાં લાચારી સાથે ઘેર આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી સાંઇકૃપા હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ વચ્ચેના એમઓયુને લઈ સૌથી મોટી વાત સામે આવી છે. બાલસખા યોજનામાં 10 મહિનામાં સાંઇકૃપા હોસ્પિટલે કુલ 273 બાળકોને સારવાર આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં નાયકા ગામના લાભાર્થી સંગીતાબેન અશ્વિનભાઈ બજાણીયા સાથેની હકીકત રૂંવાડા ઉભા કરી શકે છે. સંગીતાબેન અને તેમના સાસુએ જણાવ્યું હતું કે, બાળકીના જન્મ બાદ સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ગયા હતા. ત્યાં ડોક્ટર ટીમની સલાહ લઈ ઘેર જવાનું નક્કી કર્યું હતું. જોકે ગામના આશા વર્કર અને સીએચસીના સ્ટાફ નર્સ દ્વારા રાધનપુર સાંઇકૃપા હોસ્પિટલ સારવાર લેવા દબાણ કર્યું હતું. સતત મનાઇ છતાં રાધનપુર લઈ ગયા બાદ બાળકીને ત્રણ દિવસ સારવાર આપી હતી તેમ માતા સંગીતાબેને જણાવ્યું હતું. આ પછી બાળકીનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. જેથી ચોથા દિવસે ઘેર પરત ફર્યા હતા.

સંગીતાબેન બજાણિયાના સાસુએ જણાવ્યુ હતુ કે..

નાયકા ગામના સંગીતાબેન અને તેમના સાસુએ કહ્યુ છે કે, અમારી ના હોવા છતાં રાધનપુર લઈ ગયા હતા. જો 3 દિવસ સારવાર લીધી તો સાંઇકૃપા હોસ્પિટલે કેમ 8 દિવસ સારવાર કરી હોવાનું બતાવ્યું ?? વધુ ખાત્રી માટે નાયકા ગામના પેટા આરોગ્ય કેન્દ્રના નર્સ કાજલબેન સુણસરાએ જણાવ્યું હતું કે, રાધનપુર લઈ ગયા બાદ ત્રણથી ચાર દિવસમાં બાળકીનું મોત થયું હતું. આવી સ્થિતિમાં બાલસખા યોજનામાં હોસ્પિટલની ભૂમિકા અત્યંત શંકાસ્પદ બની છે.

મોત અગાઉના જેટલા દિવસો સારવાર આપી હોય તેટલો જ ખર્ચ મળે

બાલસખા યોજનાના નિયમો મુજબ કોઈપણ બાળકનું સારવાર દરમ્યાન મોત થાય તો ખર્ચ અંગે જોગવાઈ છે. જેમાં બાળકના મોત અગાઉ જેટલા દિવસો સારવાર આપી હોય તેટલા દિવસોનો ખર્ચ ચૂકવાય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code