રિપોર્ટ@રાધનપુર: શાળાને ખુદ સરકારે કરી સીલ, આચાર્ય આગ સામે સુરક્ષાની ગેરંટી આપશે તો જ ખુલશે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી રાધનપુર પાલિકાએ સૌપ્રથમવાર સરકારી પ્રાથમિક શાળાને સીલ કર્યા બાદ શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટે આદેશ કરતાં રાજ્ય સરકારના જ ફાયર સેફ્ટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાધનપુર શહેરની 4 શાળા પણ ઝપટે ચડી ગઈ છે. શાળા બહાર લગાવેલી નોટીસ જોતાં અનિશ્ચિત મુદ્દતે શાળા સીલ
 
રિપોર્ટ@રાધનપુર: શાળાને ખુદ સરકારે કરી સીલ, આચાર્ય આગ સામે સુરક્ષાની ગેરંટી આપશે તો જ ખુલશે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાધનપુર પાલિકાએ સૌપ્રથમવાર સરકારી પ્રાથમિક શાળાને સીલ કર્યા બાદ શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટે આદેશ કરતાં રાજ્ય સરકારના જ ફાયર સેફ્ટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાધનપુર શહેરની 4 શાળા પણ ઝપટે ચડી ગઈ છે. શાળા બહાર લગાવેલી નોટીસ જોતાં અનિશ્ચિત મુદ્દતે શાળા સીલ થઈ છે. હવે જો શિક્ષણ વિભાગ શાળામાં અગ્નિ સામે સુરક્ષાની ગેરંટી આપશે તો જ શાળા ખુલશે. શાળા સીલ થતાં આચાર્ય સહિતના સ્ટાફ દ્વારા શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

રિપોર્ટ@રાધનપુર: શાળાને ખુદ સરકારે કરી સીલ, આચાર્ય આગ સામે સુરક્ષાની ગેરંટી આપશે તો જ ખુલશે

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળા સીલ થયાની ચોંકાવનારી ઘટના બની છે. હકીકતે અગાઉ બનેલી દુર્ઘટનાને લીધે હાઇકોર્ટમાં અરજી થઈ છે. આથી ગુજરાત હાઇકોર્ટે આદેશ કરી ભોંય તળિયાથી 9 કે તેથી વધુ મીટરની ઉંચાઇ ધરાવતાં તમામ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી ફરજિયાત કરી છે. આ હુકમના પાલન માટે રાજ્યના ફાયર સેફ્ટી ઓફિસરે હુકમ કરતાં રાધનપુર પાલિકાએ તપાસ કરી હતી. જેમાં આંબેડકર, જૈનસંઘ, દૂધસાગર અને બાલ પરીખ સહિતની 4 સરકારી પ્રાથમિક શાળાને નોટીસ આપી હતી. રાધનપુર પાલિકાએ વારંવાર નોટીસ આપવા છતાં આ 4 શાળામાં ફાયર સેફ્ટીની એન.ઓ.સી નહિ મળતાં મોટી કાર્યવાહી થઈ છે. રાધનપુર પાલિકાના ચીફ ઓફિસરે ચારેય પ્રાથમિક શાળાને સીલ કરી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરેરાશ 3 માળનું બિલ્ડિંગ ધરાવત શાળામાં ફાયર સેફ્ટીનો અંદાજીત ખર્ચ 2 લાખ થાય છે. આ ખર્ચ શાળા પાસે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી પાસે નથી. આથી રાજ્ય સરકારમા દરખાસ્ત કરી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. આ તરફ રાધનપુર પાલિકાનો આગ્રહ છે કે જો ચોક્કસ સમય સુધીમાં ફાયર સેફ્ટી થઈ જશે તેવું એફિડેવિટ મળે તો પણ સીલ ખોલી આપવામાં આવી શકે છે.