આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકામાં બદલી થઇ આવેલા મહિલા ચીફ ઓફિસર સામે વહીવટી કામો અત્યંત મહત્વના છે. જેમાં વર્ષોથી પાયાની અવ્યવસ્થા યોગ્ય કરવાના અનેક પડકાર હોવાનું બહાર આવ્યું છે. તમામ નગરજનોને શુધ્ધ પિવાનુ પાણી અને તમામ જગ્યાએ રસ્તાના કામો ઝડપથી પાર પાડવા જરૂરી બન્યા છે. આ સાથે સભ્યોને સાથે રાખી પાલિકાનું નીલ સ્વભંડોળ વધારવું પણ પડકારજનક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકા છેલ્લા કેટલાક વર્ષોથી નજીવા સ્વભંડોળનો સામનો કરી રહી છે. કેટેગરી મુજબ મળતી સરકારી ગ્રાન્ટ વચ્ચે થતાં વિકાસના કામો ખૂબ જ અધૂરા છે. નવા આવેલા ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન માટે શ્રેષ્ઠ વહીવટી આપવો પડકારજનક હોવાનું સામે આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ક્યારેય માર્ગ બન્યા નથી. આ સાથે સૌથી વધુ ગંભીર બાબત પીવાનાં પાણીની છે. સરેરાશ 70 ટકા નગરજનો નિયમિત શુધ્ધ પાણી મેળવી શકતાં નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર પાલિકા દ્વારા તમામ જાહેર માર્ગ અને સોસાયટીમાં જતાં માર્ગ મુશ્કેલી વિના ઝડપથી કરવા મહત્વના છે. આ સાથે મોટાભાગના નગરજનો વધુ પ્રમાણમાં ટીડીએસ ધરાવતું પાણી પીતાં હોવાથી નવીન પ્રોજેક્ટ કરવો પડે તેવી નોબત છે. આ તમામ કામો પાયાની જરૂરિયાતવાળા છતાં વર્ષોથી પડતર હોઇ મહિલા ચીફ ઓફિસર માટે પડકારરૂપ મનાય છે.

વહીવટી અને રાજકીય તાલમેલ અત્યંત મહત્વનો

રાધનપુર નગરના રહીશોને વેરા સામે ઉત્તમ કક્ષાનો વહીવટ આપવો ચીફ ઓફિસર અને સભ્યો માટે મહત્વનો છે. અગાઉ વારંવાર વહીવટી અને રાજકીય તાલમેલ નહિ જળવાતા હોવાનો સવાલો ઉભા થયેલા છે. આથી બંને સત્તાધીશોએ નગરજનોને રસ્તા, પાણી, બેસવાના બાંકડા, ભુલકાઓને બગીચો, સ્વચ્છતા, જન આરોગ્ય સહિતના બાબતે ખરાં ઉતરવાનો પડકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code