રિપોર્ટ@રાધનપુર: બેફામ માટી ચોરીથી તિજોરીને કરોડોનું નુકસાન, તપાસ શરૂ

અટલ સમાચાર, પાટણ રાધનપુર પંથકમાં રેતીની સામે બેફામ માટી ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ખાનગી અને સંસ્થાકીય બાંધકામ સહિતના સ્થળોએ ડમ્પરો ગમે ત્યાંથી માટી લાવી રહ્યા છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાંથી ગેરકાયદે માટી ઉઠાવી સરકારી તિજોરીને ખનીજ માફિયા કરોડોનું નુકસાન આપી રહ્યા છે. જેની ફરિયાદ થતાં દોડધામ મચી ગઇ છે. ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીએ તપાસ શરૂ
 
રિપોર્ટ@રાધનપુર: બેફામ માટી ચોરીથી તિજોરીને કરોડોનું નુકસાન, તપાસ શરૂ

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પંથકમાં રેતીની સામે બેફામ માટી ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ખાનગી અને સંસ્થાકીય બાંધકામ સહિતના સ્થળોએ ડમ્પરો ગમે ત્યાંથી માટી લાવી રહ્યા છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાંથી ગેરકાયદે માટી ઉઠાવી સરકારી તિજોરીને ખનીજ માફિયા કરોડોનું નુકસાન આપી રહ્યા છે. જેની ફરિયાદ થતાં દોડધામ મચી ગઇ છે. ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીએ તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેનાથી મામલતદાર અને પ્રાંત કચેરીની ભૂમિકા શંકાસ્પદ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં રેતીની સરખામણીએ માટી ચોરી અમર્યાદિત બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાંધકામમાં પુરાણ સહિતના કામે આસપાસના ગામોમાંથી બેફામ માટી ઉઠાવવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી ચોરી કરી સરકારને કરોડોનું નુકસાન કરી રહ્યા હોવાનું ધ્યાને લઇ સ્થાનિકે રજૂઆત કરી હતી. જેના આધારે પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગે રાધનપુર તાલુકાના અબલુવા સહિતના ગામે તપાસ શરૂ કરી છે. જેમાં ખનીજ માફિયાઓની પ્રવૃત્તિને લઈ ગંભીર બાબતો સામે આવી છે. ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે, આજે રૂબરૂ રાધનપુર પહોંચી તપાસ બાદ કાર્યવાહી કરી રહ્યા છીએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માટી ચોરીથી અત્યાર સુધી સરકારી તિજોરીને થયેલ કરોડોનું નુકશાન અત્યંત ગંભીર મનાય છે. આથી તંત્રના સ્થાનિક સત્તાધિશો એવા સર્કલ ઓફિસર, મામલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ બની છે. ખાનગી કામોમાં બેફામ માટી ચોરી જાણી જિલ્લા ખાણ ખનીજ એકમ પણ ચોંકી ગયું છે. પંથકમાં માટીની નહિવત્ લીઝ વચ્ચે અનેક સ્થળોએ મોટી સંખ્યામાં ડમ્પરો ભરીને આવતી માટીની તપાસમાં ઉંડાણમાં પહોંચવામાં આવે તો મોટા માથાઓના નામ ખુલી શકે છે.