રીપોર્ટ@રાજકોટ: ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો, આ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

 
રાજકારણ
 ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી પક્ષમાં તેમનું સ્વાગત કર્યું.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ શહેરમાં ભાજપના ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાજકોટમાં ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં શહેર અને જિલ્લાના અનેક આગેવાનો જોડાયા છે. નરેન્દ્ર રાઠોડ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય,ભાજપ, રમેશ હાપલીયા તાલુકા પૂર્વ પ્રમુખ, ભાજપ કિસાનસંઘ, ભીખા મેઘાણી, પૂર્વ સરપંચ, મોટા મવા, ખોડાભાઈ સોલંકી, કારોબારી સભ્ય, કોટડા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 12ના મહિલા કોર્પોરેટરના પતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.દ્વિજેન પટેલ, વોર્ડ 11 પ્રભારી ભાજપ તેઓ આપમાં જોડાયા છે.

ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ તમામ લોકોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. મૌલિક દેલવાડિયાએ કહ્યું, ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થાય છે. મારા પત્ની ભાજપના કોર્પોરેટર છે. અમારા ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ સ્થાનિકોના પ્રશ્નો પણ નથી સાંભળ્યા. પૂર્વ પ્રમુખ મુકેશ દોશીને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ભાજપનો આંતરિક જૂથવાદ પક્ષ પલટામાં પરીણમ્યો છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપને આ મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 12ના મહિલા કોર્પોરેટરના પતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી પક્ષમાં તેમનું સ્વાગત કર્યું.ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓ ની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે.