રીપોર્ટ@રાજકોટ: કોંગ્રેસ દ્વારા નાગર બોડિંગ ખાતે જન આક્રોશ સભા યોજાઈ, સરકાર સામે કર્યા આકરા પ્રહારો

 
કોંગ્રેસ
સરકારમાં આજે કોઈ કામ કમિશન વગર થતા નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના કોંગ્રેસ દ્વારા નાગર બોડિંગ ખાતે કોંગ્રેસ કોંગ્રેસ જન આક્રોશ સભા યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના તમામ સમાજના લોકો જોડાયા હતા. જન આક્રોશ સભામાં રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.વોટ ચોરીથી સતા ઉપર આવેલો સરકારની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસનો કાર્યકર ડોર ટુ ડોર જઈ પોલ ખોલશે. ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ એ 565 રજવાડોને એક કર્યા અને 25 સાલ સુધી ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે પણ સરદાર સાહેબ રહ્યા હતા.

આ સરદાર પટેલને રમો નમન કરીએ છીએ ગુજરાતની આજે શું સ્થિતિ છે કુપોષિત બાળકો આજે દમ તોડે છે. સરકારમાં આજે કોઈ કામ કમિશન વગર થતા નથી. રસ્તાની બદતર હાલત છે. રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખને સહયોગ મળે તો આગામી દિવસોમાં ચૂંટણીમાં આપણી જીત નિશ્ચિત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ટીઆરપી ઝોન થયો. બાળકો સહિત 33 લોકો ભસ્મીભૂત થયા. આ ભ્રષ્ટાચારીઓ એક પછી એક છૂટી રહ્યા છે. ત્યારે કોઈ જેલમાં રહેવાનું નથી અને આ લોકોને કોણ કોણ મળવા જતું હતું તે રાજકોટની જનતા જાણે છે.

રાજકોટનો આ ટીઆરપી ગેમમાં ભ્રષ્ટાચારી સામે શહેરીજનોનો જન આક્રોશ ભભૂકયો હતો અને રાજકોટ સ્વયંભૂ બંધ રહ્યું હતું. આપણે સૌ ટેક્ષ ભરીએ છીએ. પ્રજાએ પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્સમાંથી તાયફાઓ થાય ઉત્સવો પાછળ નાણાં ખર્ચાય છે.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજની આ સભા લોકોના પ્રશ્નો અને અવાજને સરકાર સુધી પહોંચવાનું મહત્વપૂર્ણ મંચ છે. રોજગારી અને સામાન્ય નાગરિકોની સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષ સતત જનહિત માટે લડી રહ્યો છે.રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તેમજ પોલીસ કમિશનરને પણ સતત રજૂઆતો કરી રાજકોટમાં જે ગુંડારાજ ચાલી છે તે સામે પણ જરૂર પડે આંદોલન કરવામાં આવશે.