રિપોર્ટ@રાજકોટ: ગોપાલ નમકીનની ફેકટરીમાં આગ દુર્ઘટના બાદ પ્રોડ્કશન અટકાવી દેવાના આદેશ
કામદારોની સલામતીને લઈને ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટની ગોપાલ નમકીનની ફેકટરીમાં આગ દુર્ઘટના બાદ પ્રોડ્કશન અટકાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સલામતીને લઈને સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ફેકટરીમાં પ્રોડકશન ના કરવાનો આદેશ આપ્યો છે. ફેકટરીમાં આગ દુર્ઘટનાને લઈને ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા તપાસની કામગીરી હાથ ધરાઈ છે આ તપાસમાં બેદરકારી હોવાનું સાબિત થશે તો જવાબદારોને દંડ અને સજાની સંભાવના છે.6 દિવસ પહેલા રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીન ફેકટરીમાં આગ દુર્ઘટના બનવા પામી હતી.
ફેકટરીમાં ભીષણ આગને પગલે ભગદડ મચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ફેકટરીમાં મોટાપાયે નુકસાન થયુ છે. કારણ કે આગ એટલી ભયંકર હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગને કાબૂ કરવા ફાયરબ્રિગેડ ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી ખાનગી ટેન્કરોની પણ મદદ લેવામાં આવી.ગત સપ્તાહના બુધવારના રોજ ગોપાલ નમકીનના પ્રોડકન યુનિટની ફેકટરીમાં આગ દુર્ઘટના બની હતી. પરંતુ આ દિવસે ફેકટરીમાં રજાના દિવસ હોવાથી મોટાભાગના કામદારો હાજર નહોતા. જો કે ત્રણ લોકોને સામાન્ય ઇજા પંહોચી હોવાની માહિતી સામે આવી હતી. ભીષણ આગના કારણે ફેકટરીમાં રહેલ પૂંઠા-તેલ, વેફર અને પાપડની મોટા ભાગના જથ્થાને નુકસાન થયું હતું. આગના કારણોની તપાસ થઈ રહી છે.
પ્રાથમિક પૂછપરછમાં એક કર્મચારીએ જણાવ્યું કે પહેલા કાર્ટૂનમાં આગ લાગી. અને તેના પર નિયંત્રણ કરાય તે પહેલા જ જોતા-જોતમાં જલદી પ્રસરી ગઈ અને છેક ઉપરના ત્રીજા માળ સુધી ફેલાઈ. આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફેકટરીને મોટું નુકસાન થયું છે. આથી કામદારોની સલામતીને લઈને ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.