રીપોર્ટ@રાજકોટ: ઇંધણ અછતની અફવા ફેલાવનાર સામે કડક પગલાં, પેટ્રોલ-ડીઝલ એસો.ના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઇંધણની અછત અંગે ચાલી રહેલી ભ્રામક વાતોને ડામવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા દ્વારા 'ઇંધણનો જથ્થો ખૂટી પડ્યો છે' તેવા કરવામાં આવેલા પાયાવિહોણા નિવેદનો અને સોશિયલ મીડિયામાં ફેલાવાયેલા ખોટા પ્રચાર બદલ તેમની સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકે પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે.
IOCL ના સેલ્સ હેડ અમિત જયસ્વાલે આ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આવા ખોટા નિવેદનોને કારણે શહેરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અફવાને લીધે પેટ્રોલ પંપો પર લોકોની ભીડ ઉમટી પડી હતી, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

