રીપોર્ટ@રણ: મીઠાંની ખેતીના ઓથા હેઠળ દબાણ? ખરાઇ થવા અને જંગલ રક્ષણ વચ્ચે બૂમરાણ કેમ, જાણો

 
Mitha na ran
અગરિયાઓની સંખ્યા અને તે સિવાયનાઓના પ્રવેશ બાબતે ગંભીર સવાલો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

આડેસર ઘુડખર જંગલ રેન્જ હેઠળ છેક સાંતલપુર નજીક સુધીનો પટ્ટો આવે છે. અહિંના નાના રણમાં અવારનવાર ફોરેસ્ટ રેન્જની તપાસ અને ખરાઇ એટલા માટે થાય છે કે, એક તરફ જંગલ રક્ષણ અને અભ્યારણ્યની જોગવાઈઓ છે તો બીજી તરફ ગરીબ ખેડૂતોની આજીવિકા પણ અગત્યની છે. આ બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અહિં ભયંકર બૂમરાણ મચી છે કે, મીઠાંની ખેતીના ઓથા હેઠળ દબાણ અને હક્કની સંપૂર્ણ યા અમુક વધુ જગ્યા કબ્જે કરવાના પ્રયત્નો થયા છે. જ્યારે આવું કરતાં અને કરાવતાં સંભવિત ઈસમો વચેટિયા બની સિસ્ટમને ગેરમાર્ગે દોરી ગરીબ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. આ તમામ મુદ્દે આડેસર ઘુડખર વન રેન્જના અધિકારીને પૂછતાં જે 2 બાબતો કહી પરંતુ હાલ તેનાથી સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ જિલ્લા મહેસૂલી હદ વિસ્તારથી ખૂબ નજીક અને કચ્છના આડેસર ગામ સ્થિત ફોરેસ્ટ રેન્જનો હદ વિસ્તાર મીઠું પકવવા જાણીતો છે. સાંતલપુર નજીક કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા મીઠાંની ખેતી અને તે સંબંધિત અનેક અહેવાલો ઘણીવાર સમાચાર માધ્યમોમાં આવી ગયા છે. તાજેતરમાં જ ફોરેસ્ટ ટીમ દ્વારા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં અધિકૃત અને અનઅધિકૃત પ્રવેશ બાબતે મુલાકાતો/તપાસ થઈ હતી. હવે છેલ્લા કેટલાક દિવસોથી ફરીએકવાર બૂમરાણ મચી છે કે, અહિં મીઠાંની ખેતીથી વર્ષે દહાડે 10થી 15 જેટલી આવક ઉભી થતી હોઈ સતત અગરિયા મજૂરની સંખ્યા વધતી રહે છે. આટલુ જ નહિ મોટા એજન્ટો કે જેઓ લેબર રાખી મીઠું પકવી રહ્યા તેઓ જંગલ વિસ્તારમાં દબાણ વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં અધિકૃત અગરિયાઓની સંખ્યા અને તે સિવાયનાઓના પ્રવેશ બાબતે ગંભીર સવાલો છે. નીચેના ફકરામાં વાંચો શું કહ્યું આડેસર આર.એફ.ઓ પ્રજાપતિએ


સૂત્રોએ જણાવ્યું હતું કે, આડેસર ઘુડખર રેન્જ હેઠળના આ વિસ્તારમાં અવારનવાર રેન્જની ટીમ મુલાકાતો કરતી હશે અને બીટ ગાર્ડથી માંડી ફોરેસ્ટર સહિતના રૂટિન તપાસ કરતાં હશે. જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જંગલમાં કેટલી સંખ્યામાં પ્રવેશ અને કેટલા હેક્ટર વિસ્તારમાં ખેતી તે સવાલ કરતાં આડેસર આર.એફ.ઓ પ્રજાપતિએ જણાવ્યું કે, ઓફિસ આવી માહિતી મેળવી લો અને આક્ષેપો હોય તો લોકો ખોટાં આક્ષેપો કરતાં રહે. આમ છતાં સંખ્યા માટે આગામી સપ્તાહમાં સંપર્ક કરી શકો છો. આથી જાણકારો કહે છે કે, જો સાચી સંખ્યા મળી જાય તો કેટલું દબાણ અને અનઅધિકૃત પ્રવેશ બાબતે સરકારને મદદરૂપ બની શકાય.