રિપોર્ટ@સાબરકાંઠા: 543 વિદેશ જઈ આવ્યા, 101 શંકાસ્પદો તપાસ હેઠળ

અટલ સમાચાર, સાબરકાંઠા કોરોના વાયરસના ફેલાવા દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના 543 વ્યક્તિ વિદેશ જઈને આવ્યા હતા. આથી આ તમામ શંકાસ્પદોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા બાદ 442 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે આજેપણ 101 વ્યક્તિ તપાસ હેઠળ હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા રોજેરોજ તપાસ કરવામાં આવી રહી છે. એકપણ કેસ કોરોના પોઝીટીવ ન હોવાથી રાહત હોવાનું મનાય
 
રિપોર્ટ@સાબરકાંઠા: 543 વિદેશ જઈ આવ્યા, 101 શંકાસ્પદો તપાસ હેઠળ

અટલ સમાચાર, સાબરકાંઠા

કોરોના વાયરસના ફેલાવા દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના 543 વ્યક્તિ વિદેશ જઈને આવ્યા હતા. આથી આ તમામ શંકાસ્પદોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા બાદ 442 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે આજેપણ 101 વ્યક્તિ તપાસ હેઠળ હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા રોજેરોજ તપાસ કરવામાં આવી રહી છે. એકપણ કેસ કોરોના પોઝીટીવ ન હોવાથી રાહત હોવાનું મનાય છે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને પ્રવેશ કરતા રોકવામાં આજસુધી સફળતા મળી છે. કોરોના અસરગ્રસ્ત દેશોમાં જઈને આવેલા મુસાફરોની શોધખોળ ચાલુ દરમ્યાન છેલ્લા ત્રણ દિવસથી એકપણ કેસનો ઉમેરો થયો નથી. જોકે ગત 15 જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 543 વ્યક્તિને ઘરમાં જ ક્વોરોન્ટાઈન કર્યા બાદ 442 કોરોના વાયરસથી મુક્ત હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે આજેપણ 101 વ્યક્તિ અલગ-અલગ દિવસથી શંકાસ્પદ હેઠળ હોઇ તમામના રિપોર્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ બને તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શંકાસ્પદોની દૈનિક અનેકવાર મુલાકાત લઈ રિપોર્ટ થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના કોરોના વાયરસના લક્ષણોથી મુક્ત હોવાનું સામે આવ્યું છે. જોકે વધુ શંકાસ્પદોનો ઉમેરો થવાની સંભાવના અને 101 પૈકી તમામનો રિપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી દોડધામ યથાવત છે. જિલ્લામાં એકપણ કેસ કોરોના પોઝીટીવ ન હોવાથી સ્થિતિ ચિંતાજનક નથી.