આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

સમી તાલુકાના વાઘપુરા ગામે ગૌચર જમીન દ્વારા ઘાસચારાનું કૌભાંડ હોવાની રજૂઆત થઈ છે. જેની તપાસ ટીડીઓ દ્વારા નહિ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો હતો. જોકે તપાસ અહેવાલ વિલંબમાં જતાં અધિકારીએ ઝડપથી રિપોર્ટ કરવા કહેવું પડ્યું છે. આથી મામલો વધુ શંકાસ્પદ હોવાની સ્થિતિ ઉભી ગઇ છે .

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામે ગૌચર જમીનમાં ઘાસચારો ઉગાડવા ગ્રાન્ટ આવી હતી. જેમાં ગૌચર જમીન સુધારણા પણ કરવાનું કામ હતું. જોકે ઘાસનું એક તણખલું ઉગ્યું નહિ અને ગૌચર સુધારણા પણ ન થઈ હોવાની રજૂઆત થઈ છે. આ સમગ્ર કામનું ચૂકવણું ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વાઘપુરા ગ્રામ પંચાયતને કર્યું હતું. આ પછી પંચાયતે સ્થાનિક વઢિયાર માનવ ઉત્થાન ટ્રસ્ટને રકમ ચેક દ્વારા ચૂકવી હતી.

કામમાં બેદરકારી અને નાણાંકીય ગોટાળાની રજૂઆતને પગલે પંચાયતની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આથી સમી તાલુકા વિકાસ અધિકારીએ તપાસ નહિ કરતાં ડીડીઓએ તપાસનો આદેશ કર્યો છે. આ પછી જોકે ટીડીઓએ સમય મર્યાદામાં અહેવાલ રજૂ કર્યો ન હોવાથી ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી ડીડીઓની સુચનાથી નાયબ પશુપાલન નિયામકે ફરીથી તપાસ અહેવાલ મેળવવા પત્ર લખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code