રીપોર્ટ@સમી: ગૌચરના નામે નાનકડા ગામમાં 9.80 લાખના ભ્રષ્ટાચારની ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા (ગિરીશ જોશી) સમી તાલુકાના નાના એવા ગામમાં ગૌચર સુધારણાના નામે 9.80 લાખનો ભ્રષ્ટાચાર થયાની રજૂઆત થઇ છે. સ્થાનિક ટ્રસ્ટ, તલાટી, સરપંચ અને મળતિયાઓએ ગૌચર સુધારી ઘાસચારો અને તારની વાડ કરવાના નામે બોર્ડમાંથી મોટી રકમની ઉચાપત કર્યાનો આક્ષેપ થયો છે. ગ્રામ પંચાયતના ઉપસરપંચના પતિએ જ સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરી તપાસની માંગ કરી
 
રીપોર્ટ@સમી: ગૌચરના નામે નાનકડા ગામમાં 9.80 લાખના ભ્રષ્ટાચારની ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા (ગિરીશ જોશી)

સમી તાલુકાના નાના એવા ગામમાં ગૌચર સુધારણાના નામે 9.80 લાખનો ભ્રષ્ટાચાર થયાની રજૂઆત થઇ છે. સ્થાનિક ટ્રસ્ટ, તલાટી, સરપંચ અને મળતિયાઓએ ગૌચર સુધારી ઘાસચારો અને તારની વાડ કરવાના નામે બોર્ડમાંથી મોટી રકમની ઉચાપત કર્યાનો આક્ષેપ થયો છે. ગ્રામ પંચાયતના ઉપસરપંચના પતિએ જ સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. જેના પગલે ગામમાં ગૌચર જમીનનો મુદ્દો બરોબરનો ગરમાયો છે.

રીપોર્ટ@સમી: ગૌચરના નામે નાનકડા ગામમાં 9.80 લાખના ભ્રષ્ટાચારની ફરીયાદ

પાટણ જીલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામે ચાર વર્ષ અગાઉ ગૌચર વિકાસ બોર્ડ દ્રારા કામ મંજૂર થયુ હતુ. ગ્રામ પંચાયત મારફત વઢીયાર માનવ ઉત્થાન ટ્રસ્ટને ગામની કેટલીક ગૌચર સુધારણા કામ મળ્યુ હતુ. વર્ષ 2016 દરમ્યાન ટ્રસ્ટને સરેરાશ 20 લાખનું કામ મંજૂર કરી ગૌચર જમીનમાં તાર ફેન્સીંગ અને ઘાસચારાનું વાવેતર કરવા કહ્યુ હતુ. જેની સામે અગાઉ કેટલીક રકમ ગૌચર બોર્ડ દ્રારા ગ્રામ પંચાયત મારફત ટ્રસ્ટને ચુકવાઇ હતી. જેમાં લાખોની રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત ગામમાંથી થઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગ્રામ પંચાયતને આપેલ રકમ પૈકી અગાઉ કેટલીક રકમ ચુકવાયા બાદ તાજેતરમાં વધુ 9.80 લાખ ચુકવાયા છે. જેની સામે ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચના પતિ સોમાભાઇ ઠાકોરે ઉચાપત અને ભ્રષ્ટાચારની કલેક્ટરને રજૂઆત કરી છે. જેમાં તત્કાલિન તલાટી, હાલના સરપંચ કંકુબેન કેશાભાઇ ઠાકોર તેમજ ટ્રસ્ટના પ્રમુખ વિરૂધ્ધ લેખિત ફરીયાદ કરતા હડકંપ મચી ગયો છે. ઉપસરપંચના પુત્ર વિષ્ણુજી ઠાકોરે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ગાયોના નામે ઉચાપત થઇ હોવાનુ કહેતા મામલો ગરમાયો છે.

કોણે શું કહ્યુ ?

ગાયોના નામે નાણાંકીય ઉચાપતની રજૂઆત સંદર્ભે ઉપસરપંચના પતિએ સનસનીખેજ આક્ષેપો કર્યા છે. જેમાં ગૌચર જમીનમાં સરેરાશ 20 લાખથી વધુ રકમની ગ્રાન્ટ મંજૂર કરાવી સ્થળ ઉપર કોઇ કામ થયુ નથી. આ સાથે ફેન્સીંગ તારની વાડ માત્ર અસ્તિત્વ પુરતી હોવાનુ જણાવી કોઇ ઘાસચારાનુ વાવેતર નથી તેમજ ગૌચર સુધારણાના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનુ કહેતા ગ્રામ પંચાયત સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

રીપોર્ટ@સમી: ગૌચરના નામે નાનકડા ગામમાં 9.80 લાખના ભ્રષ્ટાચારની ફરીયાદ

આ તરફ ટ્રસ્ટના ચેરમેન મહેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, કામ મંજૂર થયા બાદ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને પગલે ઘાસચારો ઉગી શક્યો નથી. જેતે વખતે બાવળો દૂર કરાવી જમીન ખુલ્લી કરી તાર ફેન્સીંગ પણ કર્યુ હતુ. ભ્રષ્ટાચાર અને ઉચાપતના આક્ષેપ ખોટા છે. અગાઉ તપાસ કરીને જ ગૌચર બોર્ડ દ્રારા રકમ ચુકવાઇ છે. ચોક્કસ ઇરાદાપુર્વક રજૂઆત કરવામાં આવી છે.

રીપોર્ટ@સમી: ગૌચરના નામે નાનકડા ગામમાં 9.80 લાખના ભ્રષ્ટાચારની ફરીયાદ

સૌથી મોટો આક્ષેપ

વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચના પુત્ર વિષ્ણુજી ઠાકોરે તાજેતરની 9.80 લાખની ગ્રાન્ટ બાબતે ગંભીર સવાલો અને આક્ષેપો કર્યા છે. જેમાં તલાટી અરૂણ નાયકે ટ્રસ્ટને ચેકથી પેમેન્ટ કરવા હાલના તલાટીને કેટલાક દિવસો રજા ઉપર જવાની કહી પોતે ચાર્જ મેળવી લીધો હતો. આ દરમ્યાન અરૂણ નાયકે 9.80 લાખનું પેમેન્ટ કરી ટ્રસ્ટને ગૌચર સુધારણા થયા વિના રકમ ચુકવી દીધી છે. આ સાથે અગાઉ મંજૂર થયેલ કામ પૈકીની ગૌચરમાં સુધારણા કરવા માટે 9.80 લાખની રકમ ચુકવાઇ છે. જોકે કામ કર્યુ ન હોવાથી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ થયા છે.

શું કહે છે પેમેન્ટ કરનાર તલાટી ?

સમગ્ર બાબતે પેમેન્ટ કરનાર તલાટી અરૂણ નાયકે જણાવ્યુ હતુ કે, ઉપસરપંચને કોઇ બાબતે સરપંચ સાથે તાલમેલ ન હોવાથી ખોટા આક્ષેપ કર્યા છે. 9.80 લાખનું પેમેન્ટ પંચનામા સહિતના કાગળોને ધ્યાને લઇ કરવામાં આવ્યુ છે. કોઇ ઉચાપત કે ભ્રષ્ટાચાર નથી એટલે રજૂઆતકારે કરેલ આક્ષેપ તદ્દન ખોટા છે.