રીપોર્ટ@સંજેલી: ગ્રામસભામાં ભ્રષ્ટાચારની ભયંકર ફરિયાદ છતાં ટીડીઓ ડામોર હસી રહ્યા, બેફિકર??

 
સંજોલી
ટીડીઓ ડામોર જે બોલ્યા તે જાણી તમે ચોંકી જશો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સંજેલી ગ્રામ પંચાયતના નાગરિકોના હક્કો અને અધિકારો તેમજ વિકાસ માટે ગત 2જી ઓક્ટોબરે ગ્રામસભા મળી હતી. આ ગ્રામસભામાં ટીડીઓ ડામોર સમક્ષ ગામલોકોએ ભયંકર ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો કરી ત્યારે સતત હસી રહ્યા હતા. ટીડીઓ ડામોરને ગામલોકો સાહેબ અહીં ભ્રષ્ટાચારની ત્યાં ભ્રષ્ટાચારની બૂમો પાડતાં રહ્યા ત્યારે ટીડીઓએ હસીને જાણે વાતને ભૂલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામસભામાં ભ્રષ્ટાચાર થકી પૈસા લેવાતાં હોવાનો પણ સનસનીખેજ આક્ષેપ ખુદ ગામના નાગરિકો કરી રહ્યા ત્યારે પણ ટીડીઓ ડામોર સતત હસી રહ્યા ત્યારે સૌથી મોટો સવાલ થાય કે, ગામલોકોની વાતનું કોઈ મહત્વ નથી કે, ગામલોકોની સમજણ બાબતે હસીને વાત ઉડાવી દેવાની મંશા હતી? જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ગામે દસેક મહિના અગાઉ બંધારણે અને કાયદાએ આપેલી ગામલોકોના સામૂહિક તાકાતની સૌથી મોટી સભા એટલે કે ગ્રામસભા મળી હતી. તલાટીથી માંડીને ટીડીઓ ડામોર સહિતના એક હોલમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક ગામલોકો પૈકીના લોકોએ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો શરૂ કરી ત્યારે ટીડીઓ ડામોર સતત હસી રહ્યા હતા જાણે ગામલોકોની વાત બાળક બુદ્ધિ હોય!. ગામલોકોએ ત્યાં સુધી કહ્યું કે, પૈસા લઈ લેવાય છે ત્યારે હાજર સૌ કોઈ ગંભીર રીતે સાંભળી રહ્યા પરંતુ ટીડીઓ ડામોર હસવાનુ કાઢી રહ્યા હતા. આ દરમ્યાન ટીડીઓ ડામોરે જે વાત કહી તેનાથી માનસિકતા અને વિચારોનો પણ ઘટસ્ફોટ થયો. ટીડીઓ ડામોરે કહ્યું કે, તમે લોકો તમારા ન્યૂઝમા અને તમારા મોબાઈલમાં કરોડોનો ભ્રષ્ટાચાર જોવો છે તેવું હોતું નથી. હવે આ વાતને સાચી બતાવવા ટીડીઓ ડામોર જે બોલ્યા તે જાણી તમે ચોંકી જશો. વાંચો નીચેના ફકરામાં.


ગ્રામસભામાં ગામલોકોની ભ્રષ્ટાચારની વાત ઉડાવવા અને કરોડોનો ભ્રષ્ટાચાર નથી હોતો તેને સમર્થન આપવા ટીડીઓ ડામોર ગામલોકોની હાજરીમાં અને જાહેરમાં કહે છે કે, એવી રીતે કરોડો રૂપિયા મલતા હોય તો અમો ટીડીઓ સીધા દુબઈ જતાં રહીએને. અહિંયા શું કામ 50 હજાર પગારમાં રહીએ. તો ટીડીઓ ડામોર એવું કહેવા માંગો છો કે, કરોડો મલતા હોય તો વિચારધારા કરોડો ભેગા કરીને દુબઈ ઉપડી જવાની છે ????. અહિં આ ગ્રામસભાની ઘટનાનો સમગ્ર અહેવાલ એટલા માટે સામે આવ્યો કે, ભ્રષ્ટાચારની થોકબંધ ફરિયાદો દાવા સાથે રજૂઆતકર્તાઓ કરી રહ્યા છતાં ટીડીઓ ડામોર સરકારના હિતમાં એકપણ ભ્રષ્ટાચાર કેમ શોધી શક્યા નથી. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.