રિપોર્ટ@સાંતલપુર: સંયુક્ત સહીથી નાણાં ઉપાડ્યા છતાં સરપંચોને ક્લિન ચીટ

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ત્રણ ગામને મળેલ નાણાંપંચની રકમમાં ઉચાપત મામલે ચોંકાવનારી સ્થિતિ બની છે. સરપંચો અને તલાટીની સંયુક્ત સહીથી ચેક દ્વારા નાણાં ઉપાડ્યા છે. જોકે ઉચાપતમાં તલાટીને જવાબદાર બનાવી સરપંચોને ક્લિન ચીટ આપી છે. એકમાત્ર તલાટી નાણાં ઉપાડી શકે નહિ છતાં સરપંચોની ભૂમિકા બેધ્યાન કરી છે. જેના કારણે તાલુકા અને જિલ્લા પંચાયતના સત્તાધીશો
 
રિપોર્ટ@સાંતલપુર: સંયુક્ત સહીથી નાણાં ઉપાડ્યા છતાં સરપંચોને ક્લિન ચીટ

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ત્રણ ગામને મળેલ નાણાંપંચની રકમમાં ઉચાપત મામલે ચોંકાવનારી સ્થિતિ બની છે. સરપંચો અને તલાટીની સંયુક્ત સહીથી ચેક દ્વારા નાણાં ઉપાડ્યા છે. જોકે ઉચાપતમાં તલાટીને જવાબદાર બનાવી સરપંચોને ક્લિન ચીટ આપી છે. એકમાત્ર તલાટી નાણાં ઉપાડી શકે નહિ છતાં સરપંચોની ભૂમિકા બેધ્યાન કરી છે. જેના કારણે તાલુકા અને જિલ્લા પંચાયતના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગામોમાં 14માં નાણાંપંચની રકમમાં સુનિયોજિત ગેરરીતિ હોવાની પ્રબળ આશંકા છે. જેમાં છેલ્લા કેટલાય મહિનાઓની તપાસને અંતે તાલુકા વિકાસ અધિકારીએ બે ગામની 11લાખથી વધુની ઉચાપત શોધી છે. આ ઉચાપતમાં તલાટીને જવાબદાર ગણી પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જોકે ઉચાપતની રકમ સરપંચોની સહીથી જ બેંકમાંથી ઉપાડી હોઇ જવાબદારી સંયુક્ત બની જાય છે. જોકે ટીડીઓ અને ઉચ્ચ અધિકારીઓએ કોઈ કારણસર સરપંચોની ભૂમિકા નેટ એન્ડ ક્લિન ગણી છે. સરપંચોએ સહી કરી નાણાં ઉપાડવા દીધા છતાં જવાબદારી ફિક્સ થઈ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરપંચોએ કેમ ગેરમાર્ગે દોરાઇ નાણાં ઉપાડવા દીધા ? કેમ અને કોને પેમેન્ટ કરવા નાણાં ઉપાડવા પડશે ? નાણાં કોને આપવાના છે ? આ તમામ સવાલો સહી કરતાં પહેલાં સરપંચોએ કેમ ધ્યાને ન લીધા ? આ સાથે ત્રણ પૈકી ગામના નાણાં ઉપાડવા બેંકમાં સરપંચ પતિ કે પુત્ર ગયા હતા. આવી સ્થિતિમાં તાલુકા પંચાયતે ઉચાપતની ભયંકર અને ગંભીર ઘટનામાં સરપંચોને કેમ આરોપી ન ગણ્યા ? આ સવાલ અત્યંત મહત્વનો બની ગયો છે.