આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

સાંતલપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતને મળેલી વિકાસની ગ્રાન્ટમાં કૌભાંડની તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન સરપંચો સામે હજુ સુધી કોઇ કાર્યવાહી ન હોવાની સ્થિતિમાં સસ્પેન્ડ તલાટીએ સૌથી મોટો દાવો કરી રજૂઆત કરી છે. જેમાં ત્રણેય સરપંચોએ છેતરપિંડી કરી ચેક મારફત બારોબાર રૂ.20,10,820ની રકમ ઉપાડી લીધી હોવાનું જણાવ્યુ છે. જ્યારે ત્રણેય સરપંચો પાસે હાથ ઉપર રૂ. 23,74,868ની સિલક બોલતી હોવાનું જણાવી તેમના વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા ટીડીઓને જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતિને લઇ સૌથી મોટો વળાંક આવ્યો છે. શરૂઆતથી તલાટી અને સરપંચોની ભુમિકા સવાલો વચ્ચે હોઇ એકમાત્ર ગઢા ગ્રામ પંચાયતના સરપંચે રૂ.5,84,895 જમા કરાવી દીધી હતી. જોકે આ દરમ્યાન તલાટીને સસ્પેન્ડ કર્યા સામે અન્ય સરપંચે પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. આ સમગ્ર ગતિવિધિમાં સરપંચો સામેની કાર્યવાહી અધ્ધરતાલ રહેતા જીલ્લા અને તાલુકા પંચાયત સામે સવાલો ઉભા થયા છે.

સરેરાશ દોઢ વર્ષથી ત્રણેય ગ્રામ પંચાયતની રકમ ઉચાપત થયાના મામલે અત્યારસુધીના ઘટનાક્રમમાં વારંવાર વળાંકો આવી રહ્યા છે. જેમાં તલાટીએ સૌથી મોટા દાવા સાથે સરપંચો વિરૂધ્ધ રજૂઆત કરતા કૌભાંડના સાગરિતો અસ્પષ્ટ બની ગયા છે. સસ્પેન્ડેડ તલાટી સુરેશ રાવળે ઝેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચોએ અલગ-અલગ સમયે અને ચેકથી કુલ રૂ. 20,10,820ની ઉચાપત કરી હોવાની રજૂઆત કરી છે. જેથી તેમના વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા તેમજ પંચાયત અધિનિયમની કલમ 57/1 મુજબ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

ત્રણેય ગ્રામ પંચાયતમાં કેટલી રકમની કથિત ગેરરીતિ ?

ઝેકડા ગ્રામ પંચાયત- (સરપંચ: ભીલ ગૌરીબેન મનુભાઇ)

તારીખ 11-01-2019
રકમ: 2,93,475

તારીખ 31-01-2019
રકમ: 2,93,475

આ રકમ સરપંચ ભીલ ગૌરીબેન મનુભાઇના હાથ ઉપર બોલતી હોવાનો દાવો
તારીખ 13-04-2018 થી 03/08/2019
રકમ: 9,19,358

કુલ ઉચાપતની રકમ
રકમ: 5,86,950

ઝંડાલા ગ્રામ પંચાયત- (સરપંચ: સુરજબેન ભાથીભાઇ ઠાકોર)

તારીખ 05-11-2018
રકમ: 2,93,475

તારીખ 1-12-2018
રકમ: 2,70,900

તારીખ 06-11-2018
રકમ: 1,80,600

તારીખ 07-05-2019
રકમ: 94,000

આ રકમ સરપંચ સુરજબેન ભાથીભાઇ ઠાકોરના હાથ ઉપર બોલતી હોવાનો દાવો
તારીખ 16-05-2018 થી 03/08/2019
રકમ: 6,27,950

કુલ ઉચાપતની રકમ
રકમ: 8,38,975

ગઢા ગ્રામ પંચાયત- (સરપંચ: ગંગાબા અભેસિંહ વાઘેલા)

તારીખ 01-06-2018
રકમ: 2,93,475

તારીખ 27-11-2018
રકમ: 71,000

તારીખ 02-01-2019
રકમ: 76,755

તારીખ 23-01-2019
રકમ: 49,665

તારીખ 08-05-2019
રકમ: 94,000

આ રકમ સરપંચ ગંગાબા અભેસિંહ વાઘેલાના હાથ ઉપર બોલતી હોવાનો દાવો
તારીખ 01-06-2018 થી 03/08/2019
રકમ: 8,27,560

કુલ ઉચાપતની રકમ
રકમ: 5,84,895

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code