રિપોર્ટ@સાંતલપુર: ઠાકોર સમાજના બંધારણનો ભંગ, યુવા મહિલા સરપંચે જ નિયમો તોડ્યા, જાણો વિગતે

 
બંધારણ

એક મહિનો પણ પૂર્ણ થાય તે પહેલા જ બંધારણ તૂટ્યું હોવાનો મુદ્દો ચર્ચામાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાન દ્વારા જ સમાજના બંધારણનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.કોરડા ગામની યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના નિયમોનો ભંગ થયો હતો. સમાજના આગેવાનો દ્વારા 4 જાન્યુઆરીએ બંધારણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ એક મહિનો પણ પૂર્ણ થાય તે પહેલાં 4 ફેબ્રુઆરી પહેલા જ બંધારણ તૂટ્યું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આ લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર દ્વારા ભપકાદાર રીતે લગ્ન યોજાયા હતા.સમાજના બંધારણ મુજબ DJ અને રાસ-ગરબા પર પ્રતિબંધ હોવા છતાં લગ્ન પ્રસંગે રાસ-ગરબાનું આયોજન કરાયું હોવાના આક્ષેપો છે.આ ઘટનાને લઈ સમાજમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આગેવાનો જ બંધારણ તોડતા સમાજના નિયમોની અમલવારી અને સમાનતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. હવે આ મામલે સમાજ દ્વારા શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર ટકી છે.