આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

સર્વ શિક્ષા અભિયાન હેઠળ થતાં વિવિધ બાંધકામને લઇ મોટી વિગત સામે આવી છે. મલ્ટી લેવલના બાંધકામમાં મિક્ષ ડીઝાઇન મુજબ કામગીરી નહીં થતી હોવાનો ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. ટેન્ડરની જોગવાઇ મુજબ કોંક્રિટના બાંધકામમાં વે બેચર અને હૂપર મશીન સહિતનો ઉપયોગ કરવાનો હોય છે. જોકે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને પાટણ જીલ્લામાં મિક્ષ ડિઝાઇન મુજબ બાંધકામ નહીં કર્યાનું સામે આવ્યુ છે. આ સાથે સાત દિવસની ક્યોરિંગ જાળવવા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ હોવાનું સામે આવ્યુ છે. માપદંડ મુજબ કામગીરી નહીં થતાં બાંધકામની ગુણવત્તા સવાલો વચ્ચે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વે બેચર મશીન

ઉત્તર ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ અનેક સાઇટોમાં મલ્ટી લેવલના બાંધકામ વિવિધ સ્ટેજમાં છે. જેમાં કોંક્રિટ બાંધકામ માટે મિક્ષ ડિઝાઇન મુજબ કરવા ફરજિયાત જોગવાઇ કરેલી છે. જેમાં ડીજીટલ વે બેચર અથવા વે બેચર હૂપર મશીનનો ઉપયોગ કરવાની ટેન્ડરની શરતોમાં જોગવાઇ છે. મિક્ષ ડિઝાઇન મુજબ કામગીરી થતી હોય તો બાંધકામની ગુણવત્તાના ચોક્કસ માપદંડ જળવાઇ રહે છે. જોકે પાટણ જીલ્લા સહિત ઉત્તર ગુજરાતની અનેક સાઇટોમાં મિક્ષ ડિઝાઇન મુજબને બદલે સાદા મિક્ષર મશીનથી કામગીરી થતી હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

સાદું મિક્ષર મશીન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મિક્ષ ડિઝાઇન મુજબ બાંધકામ નહીં થતું હોવાની સાથે-સાથે કોડ મુજબ ક્યોરીંગ પિરીયડમાં 7 દિવસ જાળવવાનું ટાળવામાં આવે છે. આ બાબતે પાટણ સર્વ શિક્ષા અભિયાનના ડીપીઇ વિપુલભાઇએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં મિક્ષ ડિઝાઇન મુજબ બાંધકામ કરાવવામાં આવે છે. જોકે એવી પણ બાબત છે કે, કેટલાંક ટેન્ડર એકથી વધુ વાર પ્રસિધ્ધ કરવા છતાં ઠેકેદાર એજન્સી મળતી નથી તેમ જણાવ્યું હતુ. આ તરફ બાંધકામના જાણકાર સુત્રોએ જણાવ્યું હતુ કે, મલ્ટી લેવલના બાંધકામની સાઇટ પર આરસીસી કાસ્ટિંગ કામગીરી દરમ્યાન મિક્ષ ડીઝાઇન વગર થતું હોય તો થર્ડ પાર્ટી એજન્સી દ્રારા રીપોર્ટ કરવાની જોગવાઇ છે. જો આ બાબતે વિજિલન્સ તપાસ થાય તો ટેન્ડર ની શરતોના પાલન બાબતે યોગ્યતા જળવાય છે કે કેમ તેને લઈ અનેક બાબતોનો ખુલાશો થઈ શકે છે. જેમાં હવે આગામી ન્યુઝ રીપોર્ટમાં ટીપીઆઇનો સંપર્ક કરી મિક્ષ ડિઝાઇન મુજબ બાબતે વિગતો મેળવી પ્રસિધ્ધ થઇ શકે છે.

હૂપર મશીન
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code