આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર

રાજપૂત સમાજના રાજેન્દ્રસિંહ જગદીશસિંહ ગોહીલ નામનો જવાન ભારતીય ભૂમિદળની પ્રાથમિક તાલીમ પૂર્ણ કરી 1 વર્ષ 5 મહિના બાદ પોતાની જન્મભૂમિ પંચાસર ખાતે પરત ફર્યો 

શંખેશ્વર તાલુકાના ગામનો યુવાન ભારતીય ભૂમિદળની પ્રાથમિક તાલીમ પુર્ણ કરીને વતનમાં આવતાં સામૈયું કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, ગામમાં એકમાત્ર સેનામાં જોડાયેલ જવાન પ્રાથમિક તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનના પરિવાર સહિત સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાયો હતો. જવાન ભારતીય ભૂમિદળની પ્રાથમિક તાલીમ પૂર્ણ કરી 1 વર્ષ 5 પાંચ મહિના બાદ પોતાની જન્મભૂમિ પરત ફર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં નાડોદા રાજપૂત સમાજના રાજેન્દ્રસિંહ જગદીશસિંહ ગોહીલ નામનો જવાન મંગળવારના રોજ ભારતીય ભૂમિદળની પ્રાથમિક તાલીમ પૂર્ણ કરી 1 વર્ષ 5 મહિના બાદ પોતાની જન્મભૂમિ પંચાસર ખાતે પરત ફર્યો છે. જવાનના તાલીમ પૂર્ણ કરી પરત ફરવાની ખુશીમાં ગામજનો દ્વારા ગામના બસ સ્ટેશનથી જવાનના ઘર સુધી બાઈક રેલીનું આયોજન કરી જવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું. તેમજ ગામના તેમજ નાડોદા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા જવાનનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પંચાસર ગામમાંથી એક માત્ર ભારતીય સેનામાં જોડાયેલ આ જવાન તાલીમમાં જતાં પહેલા પોતાનું પિતાનું સ્વપ્ન પૂરૂ કરવા માટે સેનામાં જોડાયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે પોતે તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યો ત્યારે પિતાના ચહેરા પરનો હર્ષોલ્લાસ અને ખુશી અને પુત્ર સેનામાં હોવાનો ગૌરવ જોઈ જવાન પણ પિતાને ભેટી પડી આ પળને સુનેહરી બનાવી હતી.

સમગ્ર મામલે જવાનના પિતા જગદીશસિંહે જણાવ્યું હતું કે, સ્વ કરતા સેવા અર્થે કરાયેલ કાર્યનો આનંદ અનેરો હોય છે, અને પોતાના પુત્રને દેશ સેવા કરવાની તક મળી છે. આથી પોતાનું જીવન ધન્ય થઈ ગયું છે. વધુમાં તેમને આ એક વર્ષમાં અનેકવાર પુત્રની યાદ આવી, પરંતુ દેશ સેવા અર્થે ગયો છે તેમ વિચારી દિલને દિલાસો આપી ફરી આનંદિત થઈ જતા હતા તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે જવાનના માતાએ પણ પોતાના પુત્રને કંકુ તિંલક કરી આવકારો આપતાં પોતાના માટે પુત્ર સેનામાં છે એ જીવનની સફળતા છે તેમ જણાવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code