આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

પાટણ અને બનાસકાંઠા જિલ્લાની હદને જોડતો મુખ્ય હાઇવે લોક કર્યો છે. જેનાથી આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ કરતાં વાહનો ધક્કે ચડી રહ્યાં છે. પાટણ પોલીસે હાઇવે પર બાવળો ખડક્યા હોવાની જાણ પાલનપુર અને દિયોદર માર્ગ મકાનના ઇજનેરોને પણ નથી. આવી સ્થિતિમાં કોરોનાને લઈ થયેલી કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણની વાગડોદ પોલીસે ભાટસણ અને સમૌ ગામ વચ્ચેથી પસાર થતો જિલ્લા મુખ્ય માર્ગ બંધ કર્યો છે. ભાટસણ ચોકડી અને કંબોઇ ચોકડી વચ્ચેનો હાઇવે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદને જોડે છે. હાઇવે પર બાવળો મોટી સંખ્યામાં ખડકી દેતાં સાઇકલથી માંડી કોઈ વાહન પણ પસાર થઈ શકે તેમ નથી. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વાગડોદ પોલીસે હાઇવે બ્લોક કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે જાણકારી વિના અહીંથી પસાર થતાં દૂધ સંઘના વાહનો ગોથે ચડી રહ્યાની સ્થિતિ બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનો આ મુખ્ય હાઇવે બંધ થયો હોવાની જાણ ખુદ ઈજનેરોને નથી. આ અંગે પાલનપુર ડિવિઝનના નિરવ પટેલ અને દિયોદરના ઠાકોરે જણાવ્યું હતું કે, હાઇવે બંધ કર્યાની જાણ નથી. કોરોનાને પગલે હાઇવે લોક કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી હશે પરંતુ આર એન્ડ બી બનાસકાંઠાના નાયબ કાર્યપાલક ઇજનેરો અજાણ છે.

એસપીની સુચનાથી કર્યો છે.

આ અંગે વાગડોદ પોલીસ મથકના પીઆઈ પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાને સ્પર્શતા હાઇવે બંધ કરવાની એસપીએ આપી છે. જોકે બનાસકાંઠા માર્ગ મકાન વિભાગને જાણ ન હોય તો કરી દઈએ છીએ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code