આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોએ યોજાનારા સિધ્ધપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય મહાસંગ્રામ ખેલાય તેવી સ્થિતિ બની છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી નવેમ્બરમાં રાજ્યની ૩૧ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્ય યોજાનાર સામાન્ય ચૂંટણીને અનુલક્ષી સિદ્ધપુર શહેર માટે તમામ વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશની અનુસૂચિ-૨માં બીજી સામાન્ય ચૂંટણી -૨૦૨૦ માટે સુધારો કરવા આદેશ કરવામાં આવેલ છે. આમ, કોરોના મહામારી વચ્ચે આડકતરી રીતે નગરપાલિકાની ચુંટણીને લઈ ચહલ-પહલ શરૂ થઈ જવા પામી હોય તેવું લાગી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

2020ના અંતમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને લઇ કરાયેલા આદેશ મુજબ ગુજરાત લોકલ ઓથોરિટીઝ લોઝ (એમડમેન્ટ)એકટ-૨૦૦૯થી રાજ્યની તમામ નગરપાલિકામાં ૫૦ ટકા મહિલા ઓ માટે અનામત રાખેલ છે. આ મુજબ જ ગત નવેમ્બર-૨૦૧૫ની ચૂંટણી યોજાઈ હતી. સ્ત્રીઓ માટે અનામત બેઠકોની ફાળવણીમાં ૧ (એક) – બેઠક અનુ.આદિ જાતિ સ્ત્રી માટે તથા ૨ (બે)-બેઠક સામજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી માટે તેમજ ૨(બે)-બેઠક અનુ. જાતિ સ્ત્રી માટે નક્કી કરવામાં આવેલ છે.

પાટણ જીલ્લાની સિદ્ધપુર નગરપાલિકાની સને-૨૦૧૧ મુજબ નોંધાયેલી કુલ વસ્તી ૫૭૭૮૪ છે.જ્યારે કુલ વોર્ડની સંખ્યા-૯(નવ) છે. વોર્ડ દીઠ સરેરાશ વસ્તી ૬૪૨૦ (૧૦ ટકા વધ/ઘટ મુજબ ૭૦૬૨/૫૭૭૮) છે. સિદ્ધપુર નગરપાલિકાની કુલ બેઠકો ૩૬ છે. જેમાંથી ૫૦ ટકા મહિલા અનામત મુજબ ૧૮ બેઠકો સ્ત્રીઓ માટે રિઝર્વ છે.વોર્ડ નં.-૮માં ત્રીજી બેઠક અનુ.જાતિના પુરૂષ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવેલ છે. એવી જ રીતે વૉર્ડ નં-૧ અને વોર્ડ નં-૬ માં ત્રીજી બેઠક પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ૩૬ બેઠકો વાળી સિદ્ધપુર નગરપાલિકામાં ૫૦ ટકા મહિલા અનામત બેઠકો સાથે કુલ ૨૧ બેઠકો જુદી-જુદી અનામત કક્ષા હેઠળ ફાળવવામાં આવી છે. જ્યારે ૧૫ જેટલી સામાન્ય બેઠકો છે. પ્રર્વતમાન સમયે ભાજપ અને વિકાસ પેનલ પાસે બહુમત કરતા પણ વધારે સીટો હોવા છતાંય કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર નગર પાલિકાની સમિતિમાં હોદ્દા ધરાવે છે.!આગામી 2020ના અંતમાં પાલિકા ની ટર્મ પુરી થવા જઈ રહી છે ત્યારે કોરોના મહામારી વચ્ચે હવે ક્યારે ચૂંટણી યોજાશે અને કોણ સત્તાનું સુકાન સંભાળશે તેની અટકળો અને ચર્ચાઓ અત્યારથી જ જોરશોરથી શરુ થઈ જવા પામી છે.

સિધ્ધપુર પાલિકામાં અગાઉની સ્થિતિ વિશેની માહિતી

ગત ૨૦૧૫ના અંતમાં યોજાયેલ સામાન્ય ચૂંટણી માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે તેવી સંભાવના વચ્ચે વિકાસ પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. સિદ્ધપુર નગરપાલિકા ચુંટણી-2015 માં જુના મહારથી એવા અજીત ભાઈ ત્રિવેદી(મારફતિયા)ના નેતૃત્વ હેઠળ અંતર્યામી આલાકમાનના આશિર્વાદ થકી ૧૧ સીટો મેળવી બીજા નંબરે રહ્યા હતા. જ્યારે ભાજપને ૧૫, કોંગ્રેસને ૯ તેમજ ૧ સીટ બહુજન મુક્તિ પાર્ટી (અમાન્ય પક્ષ)ને ફાળે ગઈ હતી.ચૂંટણી પત્યા બાદ આવેલા પરિણામો પછી ભાજપ અને વિકાસ પેનલ એક થઇ જશે ની વહેતી થયેલી વાતો વચ્ચે વિકાસ પેનલે કોંગ્રેસના ટેકાથી સવા વર્ષ-સવા વર્ષ પ્રમુખ પદની સત્તાની સમજૂતી મુજબ અજીતભાઈ ત્રિવેદી પાલિકાની પ્રથમ ટર્મ માટે પ્રમુખ બન્યા હતા.અજીત ભાઈ મારફતિયા અગાઉ સતત આઠ ટર્મથી ચૂંટાયા હોવા ઉપરાંત આ અગાઉ ગત 11-01-1998 થી 10-10-1999 તેમજ 21-01-2000 થી 20-07-2002 સુધી પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌતમ ભાઈ દવે ઉપપ્રમુખ બન્યા હતા. તેવામાં સિદ્ધપુરના રાજકારણમાં જોરદાર બદલાવનો પવન ફૂંકાયો.

વિકાસના વાતાવરણ વચ્ચે રાજકારણના સમીકરણો બદલાતા કોંગ્રેસના કદાવર નેતા ગણાતા એવા જે-તે સમયે કોંગ્રેસમાંથી જ ચૂંટાયેલા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસ સાથે છેડો ફાડી તેમના ટેકેદારો,ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ભાજપમાં ભળી ગયા. કોંગ્રેસને પડતા ઉપર પાટું ની ઉક્તિ જેમ ચરિતાર્થ થતી હોય તેમ નગરપાલિકા ના ઉપપ્રમુખ એવા મૂળ જુના કોંગ્રેસી નેતા ગૌતમ ભાઈ દવેનું અવસાન થયું. આથી આ બેઠક ખાલી પડતા વોર્ડ કોર્પોરેટરની ચૂંટણીમાં ભાજપમાંથી ભરતભાઈ મોદી ચૂંટણી લડ્યા અને તેમનો વિજય થયો.આમ થતા છેલ્લી પરિસ્થિતિ મુજબ ભાજપ ની ૧૬ બેઠકો થઈ,જેમાં મૂળ ભાજપના મનાતા વિકાસ પેનલની ૧૧ બેહકો મર્જ થઈ જવા પામી હતી. જયારે કોંગ્રેસનું સંખ્યાબળ ૮ થવા પામ્યું છે તેમજ ૧ બેઠક બહુજન મુક્તિ મોરચાની છે.ત્યારબાદ સર્જાયેલા સ્થાનિક રાજકીય સમીકરણો મુજબ નગરપાલિકાની બીજી ટર્મમાં ભાજપ અને વિકાસ પેનલના સહિયારા સાથથી બાકીની મુદ્દત માટે મહિલા અનામત બેઠક મુજબ પ્રમુખ પદે મૂળ વિકાસ પેનલમાંથી વિજેતા બનેલા વર્ષાબેન પંડ્યા બિરાજ્યા જ્યારે ઉપપ્રમુખ પદે મૂળ ભાજપમાંથી જ વિજેતા બનેલ ક્રિષ્નાબેન ઠાકોરે ચાર્જ સંભાળી અત્યાર સુધી સફળ સુકાન ચલાવી રહ્યા છે.

21 Sep 2020, 9:42 AM (GMT)

COVID-19 Global Stats

31,259,780 Total Cases
965,328 Death Cases
22,843,618 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code