રીપોર્ટ@સીંગવડ: અહીં મનરેગાના નામે ક્યાં, કેવો, કેટલો ભ્રષ્ટાચાર થયો તેનો સૌથી મોટો ઘટસ્ફોટ આજે
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં કેટલી પારદર્શકતા હશે? આ સવાલનો જવાબ આજે આપણે ગામવાઇઝ યાદી સાથે કરીશું. મનરેગાના તાલુકાથી માંડી ગ્રામ્ય સુધીના કર્મચારીઓએ કેટલી હદે કાયદાની ઐસીતૈસી કરી તે પણ આજે જાણીશું. વાત આટલી નથી, છેલ્લા 4 વર્ષમાં બદલાઇ ગયેલા તમામ ટીડીઓ મહાશયે પણ વહેતી ગંગામાં હાથ ધોયા હશે. કેમ કે, ભ્રષ્ટાચારની ગંગા કોઈ ટીડીઓએ રોકી નથી એટલે ભ્રષ્ટોની સાથે સરકારમાંથી કરોડો રૂપિયા ખેંચવા બોગસ રેકર્ડને પણ માન્ય કર્યું છે. વાંચો નીચેના ફકરામાં આજે કેવો ઘટસ્ફોટ થશે.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ગણ્યાગાંઠ્યા ગામોની સંખ્યામાં પાછલા ચાર પાંચ વર્ષમાં તમારા અંદાજ બહાર ગ્રાન્ટ આવી છે. મનરેગા હેઠળ રોજગારીના કાયદાના નામે બોગસ ખરીદ વેચાણનો ચોંકાવનારો વેપાર થયો છે. તાલુકા પંચાયતે કરોડોનું મટીરીયલ ખરીદ્યું તે બોગસ એટલા માટે છે કે, તે ગામોમાં 2થી 3 કરોડનું બિલ્ડિંગ મટીરીયલ પહોંચ્યું જ નથી. કયા ગામમાં કેટલી રકમની રોજગારી અપાઇ તો સામે કેટલા કરોડના મટીરીયલ બીલો મૂક્યા, કેટલો રેશિયો ભંગ કર્યો અને આ રેશિયો ભંગ માત્ર છે કે, બોગસ બીલોના આધારે સરકારને ગેરમાર્ગે દોરી કરોડો રૂપિયા ખેંચી લીધા તેનો મહા ઘટસ્ફોટ, મહા રીપોર્ટ આજે જાહેર કરીશું.