આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને દુનિયામાં ફેલાવવાને પાંચ મહિના થઈ ગયા. આ બધા વચ્ચે આ વાયરસે શોધકર્તાઓને અનેક રીતે પરેશાન કર્યો છે. પહેલા લક્ષણોમાં કેટલીક વિવિધતા જોવા મળી, ક્યાંક મ્યૂટેટ થયો તો ક્યાંક તેના સંક્રણનો પ્રભાવ એક જેવો જોવા ન મળ્યો. હવે સંક્રણની કેટલીક કહાનીઓ સામે આવી રહી છે, પરંતુ કેટલાક શોધકર્તાઓનું ધ્યાન સમૂહમાં સંક્રણ ફેલાવવાના અધ્યયન પર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકામાં વોશિંગ્ટનમાં ચર્ચમાં બે દિવસ પહેલા સંક્રમિત થયેલા દર્દીથી 61 લોકો કોવિડ-19નો શિકાર બન્યા. આવી અનેક કહાનીઓ છે જેમાં એક જ વ્યક્તિએ એક સાથે અનેક લોકોને સંક્રમિત કર્યા છે. આની માટે વૈજ્ઞાનિકો સુપરસ્પ્રેડિંગ શબ્દનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સંક્રમિત બીમારીઓ સમૂહમાં જ ફેલાય છે, પરંતુ સાર્સ કોવ-2 તેવા લોકોમાં વધારે ફેલાતો જોવા મળ્યો જે એક બીજાના વધારે નજીક હતી, જ્યારે બાકી લોકોમાં એવું જોવા નથી મળ્યું.

સાઈન્સમેગમાં પ્રકાશીત સમાચાર અનુસાર, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ એક ઉત્સાહજનક શોધ છે. તેમ કે, આનાથી ખબર પડે છે કે, જો સમૂહ કાર્યક્રમોમાં લોકોની ભીડ જમા કરવાની રોકી દઈએ તો, તેનાથી સંક્રમણ કાબૂમાં આવી શકે છે, અને બાકી અન્ય બહારની ગતિવિધિઓને મંજૂરી આપી શકાય છે. એવામાં સંપૂર્ણ લોકડાઉનની જરૂરત નહીં રહે.

સામાન્ય રીતે સાર્સ કોવ-2 પર જેટલી શોધ થઈ રહી છે, તેમાંથી શોધકર્તાઓનું ધ્યાન એક દર્દીથી સંક્રમિત થયેલ નવા સંક્રમણની એવરેજ, જેને વૈજ્ઞાનિક R કહે છે, મળી આવ્યું છે કે, કેટલાક લોકો અન્ય લોકોને વધારે સંક્રમિત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો એક પણ વ્યક્તિને સંક્રમિત નથી કરી રહ્યા અને આમાં બીજા નંબરના મામલા વધારે જોવા મળ્યા છે એટલે કે, મોટાભાગના લોકો સંક્રમણ નથી ફેલાવી રહ્યા. સોશિયલ ડિસ્ટસિંગ વગર Rનો રેસીયો ત્રણ છે તો કેટલાક મામલામાં તે શૂન્ય પણ છે. અનેક વૈજ્ઞાનિકોએ અલગ-અલગ સ્થિતિઓનો અભ્યાસ કરી R અને kની એવરેજ શોધવાનો પ્રયત્ન કર્યો છે. તેમને અલગ-અલગ પરિણામ મળ્યું છે. જાન્યુઆરીમાં ચીનમાં થયેલ શોધ અનુસાર, સાર્સ અને મર્સના મુકાબલે Kની એવરેજ વધારે છે. પરંતુ હાલમાં એક નવી શોધમાં સામે આવ્યું કે, લગભગ 10 ટકા મામલાઓએ 80 ટકા સંક્રમણ ફેલાવ્યું છે.

હજુ એ શોધનો વિષય છે કે, કોરોના વાયરસ અન્ય વાયરસના મુકાબલે સમૂહમાં ઝડપથી સંક્રમિત થાય છે. શોધકર્તા જોઈ રહ્યા છે કે કેટલાક લોકો વધારે સંક્રમણ ફેલાવી રહ્યા છે, કેટલીક જગ્યાથી સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે (જેમ કે માંસ બજાર). અહીં એક દર્દી થોડા જ સમયમાં ઝડપથી સંક્રમણ ફેલાવવા લાયક હોય છે. કેટલાક દેશોમાં આ પ્રકારનો અભ્યાસ થઈ જ નથી રહ્યો. પરંતુ આ પ્રકારનો અભ્યાસ સંક્રમણને કાબુ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

26 May 2020, 3:35 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code