આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડાં પડવાથી ખેડૂતોને મસમોટું નુકશાન થઇ રહ્યુ છે. તો બીજી તરફ ગત દિવસોએ સરકારે કહ્યુ હતુ કે ઉંદરના કારણે કેનાલોમાં ગાબડાં પડે છે. જોકે ખેડૂતોને આક્ષેપ કર્યો છે કે, કેનાલોની સાફ-સફાઇના અભાવે વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. કેનાલના પાણીમાં લીલ વધુ પ્રમાણે હોવાથી વારંવાર કેનાલ ચોકઅપ થઇ જતાં ગાબડાંની સ્થિતિ સર્જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનાવાયેલ કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે. રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના કુવા અને નાળાં લીલથી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સાફ-સફાઇના અભાવે અને લીલના કારણે કેનાલ ચોકઅપ થઇ જાય છે. જેથી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેનાલોમાં ગાબડાંને લઇ સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કેનાલમાં ભ્રષ્ટાચાર આચરનાર લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, જે તે એજન્સી દ્રારા કેનાલની રેગ્યુલર સાફ-સફાઇ કરવામાં ન આવતાં લીલને કારણે કેનાલો ચોકઅપ થાય છે. જેને લઇ છાશવારે કેનાલોમાં ગાબડાં પડી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code