આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો પોતાના ઘરમાં જ રહ્યા છે. સુઇગામ પંથકમાં પણ લોકડાઉનની કડક અમલવારી જોવા મળી રહી છે. આ સાથે પોલીસ પ્રશાસન દ્રારા પણ સાવચેતીના ભાગરૂપે ગામડે-ગામડે એક પોલીસ કોન્સ્ટેબલ સાથે GRDના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે લોકડાઉનને લઇ હાઇવે સુમસામ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકામાં લોકડાઉનની કડક અમલવારી જોવા મળી રહી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્રારા લોકોને સમજાવીને ઘરે રહેવા અપીલ કરી રહ્યા છે. સુઇગામ પોલીસના PSI પરમાર અને સ્ટાફની સરાહનિય કામગીરી જોવા મળી રહી છે. પોલીસ દ્રારાસાવચેતીના ભાગરૂપે ગામડે-ગામડે એક પોલીસ કોન્સ્ટેબલ સાથે GRDના જવાનોને તૈનાત કરવામાં આવતા હાઇવે સુમસામ બન્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. આ તરફ સુઇગામનો વાવ-ભાભર હાઇવે સુમસામ બન્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વાવ તાલુકાના લાલપુરા, એટા અને કલ્યાણપુરા ગામમાં પણ સુરક્ષાને ધ્યાને લઈને પોલીસના જવાનો સતત પ્રેટ્રોલીગ કરી રહ્યા છે. એક-એક કોન્સ્ટેબલને બસસ્ટેશન ઉપર ફરજ પર તૈનાત કરવામાં આવતા 3 ગામોમાં ખુશીઓ જોવા મળી રહી છે. પોલીસને ગોઠવતાં અનેક યુવાનો ઘરની બહાર નીકળતા અટકાયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code