રિપોર્ટ@સુરત: લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા 15 બોગસ તબીબ ઝડપાયા
ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા 50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસૂલતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો. લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા 15 બોગસ તબીબોને પકડી પાડ્યા છે. તેમની પાસેથી અલગ-અલગ ઇન્જેક્શન, સીરપ મળી કુલે રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસનું કહેવું હતું કે, આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી. અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા.
સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકને સૂચના આપી હતી કે, જ્યાં પણ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય ત્યાં રેડ કરવામાં આવે. આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલહવાલે કરવામાં આવે. આ આદેશને પગલે પાંડેસરા પોલીસે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કરવામાં આવી હતી.
પોલીસે ડિગ્રી વગરના 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા જેમની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા કેટલાક તો માત્ર ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ, સેવા તબીબ તરીકે આપતા હતા.ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા 50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસૂલતા હતા. પોલીસે અલગ-અલગ ઇન્જેક્શન, સીરપ મળી કુલે રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.