રીપોર્ટ@સુરત: રાજ્ય સરકાર દ્વારા 40 નવી GSRTC બસો ફાળવામાં આવી, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લોકાર્પણ

 
લોકાર્પણ
નાગરિકોની સુવિધામાં વધારો કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે 40 નવી GSRTC બસો ફાળવામાં આવી છે. ત્યારે સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 40 નવી GSRTC બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ નવીGSRTC બસો ફાળવામાં આવી છે, ત્યારે સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી 40 નવીGSRTC બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં 2 હજારથી વધુ બસ રાજ્યના નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે.

એસટી. વિભાગને છેલ્લા 2 વર્ષમાં 2.15 લાખ જેટલા મુસાફરો વધારવામાં સફળતા મળી છે. જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, હું એસટી. વિભાગના સૌ ડ્રાઇવર-કંડકટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું. આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે. તો બીજી તરફ, રાજ્યભરમાં અત્યાર સુધી 7 હજાર નાના-મોટા આયોજનોમાં ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે. જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને પણ હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.