રિપોર્ટ@સુરત: સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચ્યો

 
સિવિલ હોસ્પિટલ
તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો. ડોક્ટર નાયકએ કહ્યું કે, આશરે દસ વાગ્યે લિંબાયત પોલીસ સ્ટેશનથી સાયકીક પેશન્ટ લિંબાયત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો. આ દર્દીની સારવાર ચાલુ હતી.

આ દરમિયાન અન્ય એક તબીબ બીજા દર્દીને સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન સાયકિક પેશન્ટે મહિલા તબીબ પર હુમલો કર્યો હતો. વાળ ખેંચીને માર માર્યો હોવાને જાણ થતા જ તાત્કાલિક દોડી આવ્યો હતો, અને પોલીસને જાણ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં અવારનવાર હુમલાઓ થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષા માટે થોડા દિવસ અગાઉ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. તેમ છતાં પણ હુમલા થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ડો. નાયકએ કહ્યું કે, આ અંગે વધુ તપાસ કરીને જો જરૂર જણાશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ ગોઠવવામાં આવશે.