રિપોર્ટ@સુરત: હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ, 17 લાખ રત્નકલાકાર સંકટમાં મૂકાયા

 
હીરા બજાર
પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11% નોંધાઈ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ સર્જાયો છે. ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી જોવા મળી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી છે. પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% તો પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11% નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રત્નકલાકારોના પગારમાં પણ ઘટાડો થયો છે તેવો આક્ષેપ કારીગરો કરી રહ્યાં છે.

17 લાખ રત્નકલાકાર સંકટમાં મૂકાયા છે,તો બે લાખે નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે,18 મહિનામાં 45એ આપઘાત કર્યાની શક્યતા છે,ડાયમંડ વર્કર યુનિયન પાસે મદદ માટે અનેક કોલ આવી રહ્યા છે,તો કુલ 3000થી વધુ કર્મીઓને મદદ માટે કોલ કર્યા હોવાની પણ વાત છે.સુરતના હીરા વેપારીઓ માને છે કે,જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% ટાર્ગેટ શકય બન્યો છે.હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા,ચાઇના - હોંકોંગ આર્થિક મંદી , રશિયા - યુક્રેન યુદ્ધ અને અમિરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર હતો ઠપ તો આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની મળી આશા,જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટનો ટાર્ગેટ 42 બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે 33 બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં એક્સપોર્ટ માટે 75 બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે. સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા છે. ઓગસ્ટ ૨૦૨૩માં ૧૨.૦૨ મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ ૨૦૨૪માં કાચા હીરાની આયાત ઘટી છે.ઓગસ્ટ ૨૦૨૪માં ફક્ત ૫.૫૬ મિલિયન કેરેટ થઇ ગઇ છે. વિશ્વના દર ૧૦માંથી ૯ કાચા હીરા સુરત આવે છે.