રીપોર્ટ@સુરત: ફરી ઝડપાયો નકલીનો વેપલો, બ્રાન્ડેડ સાબુ સહિતનો સામાન બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ

 
હાર્પિક
સાબુ, હારપીક સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં ફરી નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. શહેરના સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા છે. ફેક્ટરી નકલી બ્રાન્ડેડ સાબુ, હાર્પિક બનાવતી હતી નકલી ડેટોલ સાબુ સહિતનો મોટી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઇ છે.

બ્રાન્ડેડ સાબુ,હાર્પિક લિકવીડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન થયુ હતુ. તેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો. તેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરીયલ મોટી માત્રામાં જપ્ત થયુ છે. તેમાં બનાવટી ડેટોલ સાબુ, લિકવિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. તેથી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે.