રિપોર્ટ@સુરત: મહુવાની પૂર્ણાનદીમાં ઘોડાપૂર, સાવચેતીના ભાગરૂપે 112 પરિવારનું સ્થળાંતર કરાયું

 
મહુવા
નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે,

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. પ્રશાસન દ્રારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, તો તંત્ર દ્રારા સાવચેતીના ભાગ રૂપે 112 લોકોનું સ્થળાંતર કર્યું છે. ઓનડચ, મિયાપુર, બુધલેશ્વર ગામને એલર્ટ કરાયા છે. ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ એલર્ટ પર છે. ઉપરવાસમા ભારે વરસાદ વરસતા મહુવાની પૂર્ણા નદી ગાંડીતૂર બની છે, મહુવાથી પસાર થતી નદીમા ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

નદીના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, દર વખતે નદીના પાણી ગામમાં ઘુસી જતા હોય છે. નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેની સીધી અસર નવસારી જિલ્લામાં થાય છે. ડાંગમાંથી વહેતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાંથી થઈને દરિયામાં ભળે છે. ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ફરિવાર અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધવાની સંભાવના નવસારી વહીવટી તંત્રએ વ્યક્ત કરવા સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી સાવચેત કર્યા છે.

ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા તથા મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ અપાયુ છે. 3 સપ્ટેમ્બર ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ છે.