રિપોર્ટ@સુરત: આગામી 7 તારીખે વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે, કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ

તૂટેલા રસ્તા રાતોરાત રિપેર અને દબાણ દૂર કરાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે સુરતમાં તૈયારી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો કરવાના હોવાથી સ્વાગત માટે 30 સ્ટેજ બનાવાશે. વિવિધ સમાજના અગ્રણીઓ રોડ શો દરમિયાન વડાપ્રધાનનું સ્વાગત કરશે.
સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે DGP વિકાસ સહાય સોમવારે સુરત આવ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ, સ્ટેજ અને હેલીપેડ સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મોદીના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ છે. જ્યારે કાર્યક્રમ પહેલાં તેઓ દોઢ કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે, જ્યાં રૂટ પર હજારો લોકો જોડાશે. પાલિકાએ રોડ શો રૂટ પરનાં તમામ દબાણો તાબડતોબ ગાયબ કરી દીધાં છે. લિંબાયતમાં સાંજે કાર્યક્રમ કર્યા પછી મોદી સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે 8મીએ કાર્યક્રમ માટે નવસારી જશે. સુરતમાં સમગ્ર રૂટ પર તૂટેલા રસ્તા રાતોરાત રિપેર કરવામાં આવ્યા.