રીપોર્ટ@સુરત: વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો, લિંબાયતમાં જનસભાને સંબોધશે

 
મોદી
5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સેલવાસમાં નમો હોસ્પિટલના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 2500થી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સેલવાસમાં વિકાસને ભેટો આપ્યા બાદ તેઓ સુરત પહોંચ્યા છે. સુરતમાં રોડ શો કર્યા બાદ લિંબાયતમાં જનસભાને સંબોધવાના છે. સેલવાસમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સિંગાપોર એક જમાનામાં માછીમારોનું એક નાનકડું ગામ હતું. માછીમારીનું જ કામ હતું. ત્યાના લોકોના સંકલ્પ શક્તિએ આ સિંગાપોર બનાવી દીધું. સંઘપ્રદેશનો દરેક નાગરીક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ (ફેઝ-1)નું ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે રૂ. 2580 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સુરતનો પ્રવાસ કરશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ સુરત ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવશે. સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે.

મહિલા સશક્તિકરણ એ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પાયો રહ્યો છે. વડાપ્રધાનના વિઝનથી દોરાયેલી સરકાર તેમના સર્વાંગી વિકાસ તરફ કદમ ઉઠાવવા કટીબધ્ધ બની છે. તેને અનુરૂપ વડાપ્રધાન 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.