આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના વાયરસને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં તદ્દન અલગ વિગતો સામે આવી છે. વિદેશથી આવેલા લોકોને શોધતાં આંકડો શૂન્ય આવ્યો હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. જોકે શંકાસ્પદની રીતે જોઈએ તો 122 લોકો ક્વોરોન્ટાઈન જ્યારે કેટલાકને 14 દિવસે રિપોર્ટ નેગેટીવ પણ આવ્યો છે. એકપણ કેસ પોઝીટીવ ન હોવાથી સૌથી મોટી રાહત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસને પગલે લોકડાઉન હોઇ અમલવારી કડક બનવા તરફ છે. આ દરમ્યાન કોરોના પોઝીટીવ કેસ નથી પરંતુ અનેક લોકો હોમ ક્વોરોન્ટાઈન હોવાનું સામે આવ્યું છે. 52 વ્યક્તિને રિપોર્ટ નેગેટીવ આવતાં ક્વોરોન્ટાઈનથી મુક્ત થયા છે. આ સાથે હજુપણ 122 વ્યક્તિ અલગ-અલગ દિવસથી ક્વોરોન્ટાઈન હેઠળ છે. જોકે સૌથી મોટી વાત છે કે, કોરોના વાયરસના શરૂઆતથી કોઈ વ્યક્તિ વિદેશથી આવ્યું નથી.

સમગ્ર મામલે કલેકટર કે. રાજેશે જણાવ્યું હતું કે, કોરોના બાબતે તપાસમાં એકપણ વ્યક્તિ વિદેશથી આવેલા નથી. આથી ચેપ લઈને આવનારનો આંકડો શૂન્ય હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે વિવિધ કારણોસર 100થી વધુ હોમ ક્વોરોન્ટાઈન હોવાથી દૈનિક તપાસ હેઠળ હેઠળ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેક 15 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી એકપણ વ્યક્તિ ચીન કે અસરગ્રસ્ત દેશોમાં જઈને આવ્યા નથી, આ બાબત પણ ચોંકાવનારી પણ રાહતરૂપ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code