રિપોર્ટ@સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદેસર ખનન મામલે મોટી કાર્યવાહી, 9 આરોપીઓની ધરપકડ

 
કાર્યવાહી

ગેરકાયદેસર ખોદકામ મામલે 2 અબજથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના સાયલાના સુદામડા ચકચારીક ખનીજ ચોરી પ્રકરણ મામલે એસ.એમ.સીએ મોટી કાર્યવાહી કરી છે. આ મામલે એસ.એમ.સી. 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે સપ્ટેમ્બર 2023માં સુદામડામાં સરકારી તેમજ ખાનગી 12 જેટલા સર્વે નંબરમાં પથ્થરનું ખોદકામ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું.ખોદકામ મામલે 2 અબજ 68 કરોડ 69 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર રીતે ખનન મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ખોદકામ કરનારા 7 મશીનો અને 13 ડમ્પરોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. એસ.એમ.સીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખાણ સંચાલક. ટ્રક માલિકો સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં આરોપીઓને ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે જામીન ફગાવી દીધા હતા. જામીન ફગાવતા તમામને સુરેન્દ્રનગરની જેલમાં મોકલવામાં આવ્યા હતા.