રીપોર્ટ@સુરેન્દ્રનગર: કોરોનાકાળ વચ્ચે ધારાસભ્યએ કલેક્ટરને ટ્વીટ કરી આપી ચેતવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને ટ્વીટ દ્વારા ચિમકી આપી છે કે, ઘણા કોરોના દર્દીઓ ઓક્સિજનના અભાવે મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. આથી તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરો, નહીં તો હું દર્દીઓના સગા-વહાલોને કઇને ડેડબોડીને લઇને કલેક્ટર ઓફિસે આવવાનું આહવાન કરીશ. ત્યારે સામે સુરેન્દ્રનગર કલેક્ટર કે.રાજશે રી-ટ્વીટ કરીને વળતો
 
રીપોર્ટ@સુરેન્દ્રનગર: કોરોનાકાળ વચ્ચે ધારાસભ્યએ કલેક્ટરને ટ્વીટ કરી આપી ચેતવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને ટ્વીટ દ્વારા ચિમકી આપી છે કે, ઘણા કોરોના દર્દીઓ ઓક્સિજનના અભાવે મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. આથી તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરો, નહીં તો હું દર્દીઓના સગા-વહાલોને કઇને ડેડબોડીને લઇને કલેક્ટર ઓફિસે આવવાનું આહવાન કરીશ. ત્યારે સામે સુરેન્દ્રનગર કલેક્ટર કે.રાજશે રી-ટ્વીટ કરીને વળતો જવાબ આપતા કહ્યું હતુ કે, દસાડામાં કોઇ 25 દર્દીઓ દાખલ નથી, ડોક્ટરે પ્રેસરમાં લેટર લખ્યો હોવાનું જણાવ્યું છે. વધુમાં સુરેન્દ્રનગર કલેક્ટર કે.રાજેશે રી-ટ્વીટ કરીને આ બાબતે પ્રોપર ઇન્કવાયરી કરીને જરૂરી એક્શન લઇશું એમ જણાવ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લાની સાથે દસાડા તાલુકામાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારાની સાથે સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો કોરોના દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. એમાય રેમડીસીવર અને ઓક્સિજનના અભાવે કોરોના દર્દીઓની સાથે એમના સગા વહાલાઓની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.ત્યારે દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને ટ્વીટ દ્વારા ખુલ્લી ચિમકી આપી હતી કે, હોસ્પિટલમાં ઓક્સિજનના કોરોના દર્દીઓ હાલ મરવા પડ્યાં છે. માટે તાકીદે ઓક્સિજનના વ્યવસ્થા કરો, નહિંતર હું દર્દીઓના સગા-વહાલાઓને ડેડબોડી લઇને કલેક્ટર કચેરીએ આવવાનું આહવાન કરીશ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દસાડા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી અને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશના ટ્વીટર યુધ્ધનો ભોગ દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.પાર્થ પટેલ બન્યો હતો. ડો.પાર્થ પટેલે કોરોના દર્દીઓ માટે લેખીતમાં ઓક્સિજનની માંગણી કરતા એમની રાતોરાત દાહોદ બદલી કરી દેવામાં આવી હતી. આથી આગામી એકાદ બે દિવસમાં એના પડઘા પડવાની સંભાવના સેવાઇ રહી છે.