રીપોર્ટ@સુરેન્દ્રનગર: જમીન કૌભાંડમાં મહિલા અધિકારીનું નામ ચર્ચામાં, મોટા ખુલાસાઓ થઈ શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈડી કેસમાં મોટા ખુલાસાઓ થઈ શકે તેવી સંભાવનાઓ છે. ઈડી દ્વારા કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓને પણ સમન્સ પાઠવ્યાની ચર્ચાઓ છે. એસીબી કચેરી ખાતે અન્ય વ્યક્તિઓની પૂછપરછ માટે અટકાયત થયા હોવાની શક્યતાઓ છે. આવામાં મહિલા અધિકારીની એન્ટ્રી થઈ છે. એક મહિલા અધિકારીનું નામ સંડાવાયેલ હોવાનું સામે આવ્યુ છે.
કલેકટર કચેરીમાં જમીન એન.એ. કરવા કૌભાંડ ED રેડ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. પહેલા જ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ઈડીના સકંજામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં મહિલા અધિકારીની મુખ્ય ભૂમિકા છે. હવે ત્રણ કર્મચારીઓની તપાસ થાય તો મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે. મહિલા અધિકારીના બિલ્ડર અને રાજકીય વગદારો સાથે સંપર્ક હોવાનું પણ કહેવાય છે. તેમજ આ મહિલા અધિકારી પૂર્વ આઈપીએસ અધિકારીના નજીકના સગા હોવાનું પણ કહેવાય છે. આ કૌભાંડ ખૂલ્યા બાદ હવે મહિલા અધિકારી પોતાની બદલી ગાંધીનગરમાં કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.
આ મહિલા અધિકારી મોરીને ઓફર કરી હતી કે, રાતોરાત માપણી શીટ તૈયાર થઈ જશે. એનએની ફાઈલો મોકલો. માપણી શીટો તૈયાર કરવા માટે મોટી રકમના વ્યવહારો થયા છે. જમીન દફતર કચેરી પણ મોડી રાત સુધી ધમધમતી હતી. હાઇવેના ઢાબા-હોટલમાં બેસી બિલ્ડરો અને રાજકીય વગદારો સાથે ફાઈલોના ભાવ નક્કી કરવામાં આવતા હતાં. આ મહિલા અધિકારીએ ચાર ગણા પૈસા વસૂલીને માપણી શીટ તૈયાર કરી છે. મહિલા અધિકારીએ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જુમીનો-મિલ્કતો વસાવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

