રિપોર્ટ@સુરેન્દ્રનગર: મોજીદડ ગામના લોકોએ શાળાના આચાર્યના ભ્રષ્ટાચાર સામે કર્યો વિરોધ, શાળાને તાળાબંધી કરી
મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરના મોજીદડ ગામના લોકોએ શાળાના આચાર્યના ભ્રષ્ટાચાર સામે વિરોધ વ્યક્ત કરીને શાળાને તાળાબંધી કરી દીધી છે. ગામના એસએમસી સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે લીંબડીથી મોજીદડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા આવતા આચાર્યએ શાળામાં કન્યાઓ માટે શૌચાલયની ગ્રાન્ટની ઉચાપત કરી છે.શાળામાં પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઈ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
કોરોનાકાળ દરમિયાન શાળામાં આવેલી અનેક ગ્રાન્ટનો કોઈ હિસાબ મળતો નથી તથા એસએમસી સમિતિની કોઈ દિવસ મિટિંગ બોલાવતા નથી અને શાળામાં પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઈ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે ગામ લોકોએ એકત્ર થઈ શાળામાં ઘંટ વગાડીને વિદ્યાર્થીઓને છોડી મુકી શાળાના આચાર્યનો બહિષ્કાર કર્યો હતો.
આ સાથે જ ગામના લોકોએ શાળાને તાળાબંધી કરી હતી. શાળાના આચાર્ય દ્વારા શાળા વહિવટી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શાળાના આચાર્ય દ્વારા નાણાં ઉચાપત કરવામાં આવ્યો હોવાનું તથા ગામની એસએમસી સમિતિના લોકોને કોઈ દિવસ મિટિંગમાં ના બોલાવી પોતાની રીતે મનસ્વી ભર્યું વલણ કરતાં ગામ લોકોએ શાળાને તાળા બંધી કરી છે.હાલમાં રાજ્ય સરકાર પણ આવા ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે પણ આવા જાડી ચામડીના લોકો ભ્રષ્ટાચાર બંધ કરતા નથી અને લોકોના કામ કરવા માટે પૈસા પડાવે છે.