રિપોર્ટ@સુરેન્દ્રનગર: હબિયાસર ગામ પાસેનો પૂલ ધરાશયી થતાં અનેક ગામો થયા સંપર્ક વિહોણા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો હોવાની ઘટનાઘટના સામે આવી છે. આ પુલ અંદાજે 05 થી વધુ ગામોને જોડતો હતો. પુલ ધરાશાયી થાત આ પાંચ ગામો સંપર્ક વિહાણા થઈ ગયા છે. પુલ ધરાશાયી થવાથી આ ગામોના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પુલનો ભાગ ધોવાઈ જતાં ગ્રામજનોને હાલાકી ઊભી થઈ છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, તંત્ર દ્વારા તરત જ પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવ્યો છે. સદનસીબે, પુલ ધરાશયી થતી વખતે ત્યાં કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ તંત્ર અને સ્થાનિક લોકો માટે આ ઘટનાની ગંભીરતા અને જરૂરી સુધારા માટે ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા છે. અત્યારે પુલ ધરાશાયી થવાના કારણે અત્યારે પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે. નોંધનીય છે કે, રાજકોટમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રામનાથપરા વિસ્તારમાં 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. આજી નદીના કાંઠે વસવાટ કરતા લોકોની પણ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.