રીપોર્ટ@સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં હચમચાવી દેતી ઘટના, યુવકની નિર્દયતાથી હત્યા, બે મહિલાઓ ઘાયલ

 
ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને અન્ય બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કલ્પેશ પરીખ નામના યુવક પર અજાણ્યા હુમલાખોરોએ છરી વડે હુમલો કર્યો હતો. માહિતી અનુસાર, ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કલ્પેશ પરીખ નામના યુવક પર અજાણ્યા હુમલાખોરોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં કલ્પેશને ગંભીર ઈજાઓ થઈ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

આ હુમલા દરમિયાન અન્ય બે મહિલાઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલ મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા છેડતીના મુદ્દે થઈ હોવાની શક્યતા છે. હજુ સુધી હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી, અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.