રીપોર્ટ@સુરેન્દ્રનગર: ખનિજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી, ખનન માફિયાને 99.67 કરોડ દંડની નોટિસ
Dec 10, 2025, 18:20 IST
ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા વાંટાવચ્છ ગામની સીમમાંથી થોડા દિવસો પહેલા ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું. આ મામલે ખાણ ખનિજ વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા 99.67 કરોડ રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરના સાયલામાં ખનન માફિયાને 99.67 કરોડ રૂપિયાના દંડની નોટિસ ફટકાવામાં આવી છે. જે કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વાંટાવચ્છ ગામની સીમમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 4 હિટાચી મશીન, 14 ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 2 ડિસેમ્બર 2025ના રોજ ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. આ મામલે ખાણ ખનિજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે.

