રીપોર્ટ@તાપી: 1.87 કરોડોની ગ્રાન્ટનો પ્રશ્ન છતાં મૌખિક સુચના, હકીકતલક્ષી અહેવાલ કેમ નહિ

 
Tapi
માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરવાની હતી તે હજુસુધી અપગ્રેડ થઈ નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


તાપી જિલ્લામાં 5 માધ્યમિક શાળાને અપગ્રેડ કરવાનું કહી વાપ્કોસે જે પરિણામ આપ્યું છે તેનો ઘટસ્ફોટ તો થઈ છે. જોકે આ ઘટસ્ફોટ પછી જિલ્લા તંત્રએ મૌખિક સુચના આપી આગળની પ્રક્રિયા કરવા કહ્યું છે. સરકારની 1.87 કરોડની ગ્રાન્ટનો પ્રશ્ન હોવા છતાં અધિક નિવાસી કલેક્ટરે કેમ હકીકતલક્ષી અહેવાલ નથી મંગાવ્યો તે સૌથી મોટો સવાલ છે. આથી પૂછતાં નિવાસી કલેક્ટરે જણાવ્યું કે, હજુ તો વાપ્કોસને બોલાવવા પડશે છતાં અહેવાલ મંગાવી લઈએ. વહીવટી મંજૂરીથી લઈને કામગીરીની પ્રક્રિયામાં સરકારના હિતમાં અનેક સવાલો છતાં બેદરકારી કેમ તે જાણીએ.

તાપી જિલ્લા આયોજન સમિતિએ વર્ષ 2022-23, 2023-24 દરમ્યાન વાપ્કોસ નામના સંગઠનને 1.87 કરોડ ચૂકવી દીધા હતા. આ રૂપિયા જિલ્લાની 5 માધ્યમિક શાળાને અપગ્રેડ એટલે કે સ્માર્ટ કરવાના હતા અને તેનો અમલ વાપ્કોસે કરવાનો હતો. આજસુધી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા તેની વિગતો જાણવા પ્રયાસ થયો પરંતુ વાપ્કોસે આ કામગીરી સ્વયં કરવાની હતી કે ટેન્ડર મારફતે તે જણાવતાં નથી. આ જાણકારી એટલા માટે મહત્વની બની કે, જે માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરવાની હતી તે હજુસુધી અપગ્રેડ થઈ નથી. વાપ્કોસ આ કામગીરી કરી શકે કે કેમ તે પણ સવાલ છતાં અધિક નિવાસી કલેક્ટરે મૌખિક સુચના આપી છે. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વાપ્કોસ સ્માર્ટ ડિવાઇસ સહિતના મટીરીયલ ખુદ સપ્લાય કરતા નથી તો શું આ વહીવટી મંજૂરીમાં બાંધકામ સંબંધિત કામો અને સપ્લાયના કામના ભાગ પાડ્યા ? જો ખુદ વાપ્કોસે જ એટલે કે અમલીકરણે જાતે જ કામગીરી કરી છે તો 1.87 કરોડના કામમાં ભયંકર બેદરકારી કેમ નહિ ? જો વાપ્કોસે એટલે કે અમલીકરણે આ કામગીરી ટેન્ડર દ્રારા વેપારી પાસેથી કરાવી છે તો અમલીકરણે ટેન્ડર પાર્ટી વિરૂદ્ધ શું પગલાં ભર્યા ? આ બાબતે અનેક ગંભીર સવાલો હોવાથી અનેકવાર પૂછ્યા પછી તાપી અધિક નિવાસી કલેક્ટરે સરકારનુ ધ્યાન દોરવા બદલ આભાર તો માન્યો પરંતુ મૌખિક સુચના હોઈ હકીકતલક્ષી અહેવાલ મંગાવવાનું પણ સ્વિકાર્યું હતુ. આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં સરકારના હિતમાં વધુ કેટલાક સવાલો/ખુલાસાઓ જાણીશું.